ગુજરાત રાજ્ય પર હજી બિપોરજોય નામનું સંકત ગયું છે ત્યાં અંબાલાલ પટેલે ફરી એક વખત વરસાદને લઈને ખુબ મોટી આગાહી કરી છે. સમાચાર પત્રો તેમજ ન્યુઝ ચેનલોના માધ્યમથી તમે જોયું જ હશે કે બિપોરજોય ચક્રવાતે ગુજરાતના કચ્છ તથા દ્વારકા જેવા અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશ વિખેર્યો હતો વાવાઝોડું તો આવ્યું સાથો સાથ ગુજરાતના અનેક જગ્યાએ ખુબ ભારે વરસાદ થવા પામ્યો હતો જેમાં સૌથી વધારે વરસાદ ગુજરાતના માંડવીની અંદર 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
આ મોટી તબાહી થયા બાદ અંબાલાલ પટેલે આવનાર 48 કલાકને લઈને ગુજરાતના હવામાન માટે ખુબ મોટી આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, એટલું જ નહીં સૌરાષ્ટ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા આ વેધર શાસ્ત્રીએ કરી હતી,ફક્ત ગુજરાત માટે જ નહીં પરંતુ રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં પણ વરસાદ પડી શકે છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 20થી24 તારીખ સુધીઆ દેશના મધ્ય ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે જે બાદ 25 થી 27 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના આનેક એવા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. આગાહીને લંબાવતા તેઓએ જણાવું હતું કે આવનાર 21 જૂન, 28 જૂન તથા 1 જુલાઈના રોજ ઉચ્ચ દબાણની અસરને પગલે ગુજરાતવાસીઓને 48 કલાક માટે સાવધાન રેહવું પડશે.
વધુ વાંચો:21 વર્ષની અભિનેત્રીને કિસ કરતાં જોવા મળ્યા નવાઝુદ્દીન સિદ્દિકી, વિડીયો થયો વાયરલ, જુઓ કોણ છે…
આવનારી 22,23 તથા 24 તારીખના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડી શકવાની સંભાવના હવામાન શાસ્ત્રીએ કરી હતી એટલું જ નહીં પદેશના અનેક ભાગોમાં 4,5 અને 6 જુલાઈના રોજ વરસાદ પડશે, અંબાલાલની આગાહી અનુસાર જો વાત કરવામાં આવે તો આવનારી 22 જૂનના રોજથી નિયમિત ચોમાસુ બેસી શકે છે.
આ તારીખને ધ્યાનમાં રાખીને જ તમામ ખેડૂતોએ વાવણીની તૈયારી કરવી જોઈએ, આ આ વખતના ચોમાસા વિશે જો વાત કરવામાં આવે તો મધ્યમ ચોમાસુ રહી શકે છે તેવી હવામાંન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી. અસહ્ય ગરમી વચ્ચે હવે આવનાર 22 તારીખના રોજ આશાવાદી ચોમાસુ બેઠશે તેવી અંબાલાલ પટેલે વાત જણાવી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.