હવે 2024 શરૂ થવાના થોડાજ દિવસ બાકી છે હવે રાજ્યમાં ધીરે ધીરે શિયાળાની ઠંડીનો અહેસાસ શરૂ થવા માંડ્યો છે ત્યારે હવે રાજ્યમાં ફરી એકવાર વરસાદી ઝાપટાના સમાચાર આવ્યા છે ફરી એકવાર વરસાદની આગહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાત એમ છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી કડાકા સાથે વરસાદની આગાહી કરી છે.
અગાહીકાર અંબાલાલ પટેલનુ કહેવું છે કે 1થી 5 જાન્યુઆરી સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે આ સાથે ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે.
હવામાન અગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. વધુમાં કહ્યું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે.
વધુ વાંચો:ફેમસ મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા બરાબર ફસાયા, પત્ની સાથે કરી મારપીટ! ઝગડાનો વિડીયો આવ્યો સામે…
29 ડિસેમ્બરે શરીર થીજવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે. ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો લાગશે તેમ પણ આગાહી કરાઈ છે ઠંડી સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે માવઠું થવાની શક્યતા રહેશે અને ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.