હાલ ગુજરાતમાં ચારેય બાજુ સતત ચાર દિવસથી વરસાદ જામ્યો છે 8માં મહિનો કોરો રહ્યો બાદ 9માં મહીનનામાં વરસાદે તાબડતોડ બેટિંગ કરી છે ત્યારે હવે ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં જળબંબાગાળ વરસાદ પડે તેવી શક્યતા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 248 જેવા તાલુકામાં વરસાદ નોંધાયો છે.
આ સાથે તેમણે નવરાત્રીમાં પણ વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, કડી, બેચરાજી, હારીજના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે કહ્યું આગામી 20 તારીખે પણ પણ વરસાદનું જોર રહેશે.
ઓક્ટોબર મહિનામાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે માહિતી મુજબ 12 ઓકટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે આ ચક્રવાતના પગલે ઓકટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે.
વધુ વાંચો:ફિલ્મના રસિયાઓ માટે ગુડ ન્યૂઝ, ગદર 2 હવે OTT પ્લેટફોર્મ ફર થશે રિલીઝ, જાણો ક્યારે અને ક્યાં…
હાલ વરસાદી સિસ્ટમ દરિયા વિસ્તાર તરફ જઈ રહી છે ત્યારે બનાસકાંઠા, કચ્છ, જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. આગામી 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વધુ વરસાદ પડી શકવાની શક્યતા રહેશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.