ગુજરાતમાં ચારેય બાજુ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ભરૂચના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે વિસ્તારમાં પૂરના કારણે નિકોરા ગામના નીચાણવાળા વિસ્તારમાં લોકો ફસાયા છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમોએ રવિવારે ગુજરાતના ભરૂચ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા 105 લોકોને બચાવ્યા હતા. અંકલેશ્વરના હાંસોટ રોડ પર પણ પૂરના પાણી ઘૂસી ગયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર 15થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. સોસાયટીના ઘરોમાં 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે.
જેના કારણે લોકોને ધાબા પર રહેવાની ફરજ પડી છે. ફાયર બ્રિગેડની ટીમે બોટમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. અહીં 10થી વધુ લોકોને બચાવીને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાને કારણે ભરૂચની નર્મદા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
વધુ વાંચો:મુકેશ અંબાણીની 11 માંથી 10 કંપનીઓના શેર બન્યા રોકેટ, એકે ધડાકે આપ્યું આટલું રિટર્ન, ફટાફટ ચેક કરી લો…
અગાઉ નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલા અનેક ગામોને નદીમાં જળસ્તર વધવાને કારણે એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા. કેવડિયા કોલોનીમાં આવેલા સરદાર સરોવર નર્મદા ડેમના 30માંથી 23 દરવાજા શનિવારે ખોલીને 5.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
#WATCH | Bharuch, Gujarat: Flood-like situation in parts of the city due to incessant rainfall pic.twitter.com/uCfcnWRvwt
— ANI (@ANI) September 18, 2023
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.