હવે રાજ્યમાં શિયાળાની ઠંડીનો અહેસાસ શરૂ થવા માંડ્યો છે ત્યારે હવે ફરી એકવાર વરસાદી ઝાપટાના સમાચાર આવ્યા છે ફરી એકવાર વરસાદની આગહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી કડાકા સાથે વરસાદની આગાહી કરી છે અગાહીકાર અંબાલાલ પટેલનુ કહેવું છે કે 1થી 5 જાન્યુઆરી સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે.
આ સાથે ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન અગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. વધુમાં કહ્યું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે.
વધુ વાંચો:ખૂલી ગઈ મોટી પોલ! હાર્દિક પંડ્યા પર મુંબઈ ઈન્ડિયન્સે ખર્ચ કર્યા 115 કરોડ, ગુજરાતમાંથી આ રીતે ટ્રેડિંગ થયું…
29 ડિસેમ્બરે શરીર થીજવતી ઠંડીની શક્યતા પણ રહેશે છે. ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો લાગશે તેમ પણ આગાહી કરાઈ છે ઠંડી સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે માવઠું થવાની શક્યતા રહેશે અને ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.