હાલ રાજ્યમાં ઠંડી પડી રહી છે હવે આવામાં વરસાદને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમણે અગાઉ પણ કહ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં સહન ન થઈ શકે એવી ઠંડીની આગાહી કરી છે. હવે તેમની નવી આગાહી વરસાદને લઈને કરી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળવાળા વાતાવરણ વચ્ચે થોડાક વરસાદની શક્યતા છે. આગાહી મુજબ 3થી 5 ફેબ્રુઆરી વચ્ચે ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે.
આ પછી તારીખ 5 અને 6 ફેબ્રુઆરી સુધીમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એમ પણ કહ્યું કે, આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠુ પડી શકે છે.
વધુ વાંચો:શોએબ મલિકના ત્રીજા લગ્ન બાદ સાનિયા મિર્ઝા પર તૂટયો દુ:ખનો પહાડ, થઈ રહી છે આવી પરેશાની, જુઓ કારણ…
અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરતા જણાવ્યું હતું કે અમદાવાદ, ગાંધીનગરમાં પણ 13 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 6 ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની શક્યતા છે આગામી 19થી 22 ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત વિક્ષેપ આવશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.