રાજ્યના ફરી એકવાર હવામાનને લઈ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તેમણે કહ્યું છે કે રાજ્યમાં આજથી તાપમાનમાં વધારો થશે. જેમાં ગુજરાતના વડોદરા, આણંદમાં ગરમીનુ પ્રમાણ વધું રહેશે. જ્યાં તાપમાનનો પારો ઉંચકાઈને 43 ડિગ્રી સુધી જશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈ આગાહી કરતા કહ્યું હતું કે, અમદાવાદમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાશે જૂનાગઢ, ભાવનગરમાં 42 ડિગ્રી, પોરબંદર, દ્વારકામાં 36 ડિગ્રી અને સુરત જિલ્લામાં 39 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
હળવદ, સુરેન્દ્રનગર,મોરબીમાં 43 ડિગ્રી તો કચ્છ જિલ્લામાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે વધુમાં ડાંગ, વલસાડમાં 36 ડિગ્રી અને ઈડર, વડાલી બાજુ 43 ડિગ્રી ગરમીનો પારો પહોંચી શકે છે.
આ પણ વાંચો:અમિતાભ બચ્ચન નહિ, આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી જયા બચ્ચન, ફિલિંગ્સ બયાન કરીને થઈ ભાવુક…
આથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 18 એપ્રિલથી તાપમાનમાં ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે, અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. 18થી 21 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.