હવે ચોમાસા બાદ ગુજરાતમાં ઠંડીનું આગમન થઈ ગયું છે અલગ અલગ વિસ્તારોમાં ઠંડીની ઋતુ ચાલુ થઈ ગઈ છે. હવે થોડા જ દિવસોમાં તમને વાતાવરણમાં અચાનક ઠંડી લાગવા લાગશે શિયાળો મોડો આવશે. આવામાં ગુજરાતમાં શિયાળાના આગમનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે.
વાત એમ છે કે રાજ્યમાં નવરાત્રિના અંતિમ દિવસોમાં રાત્રે ખેલાડીઓને ઠંડીનો અનુભવ થયો હતો. હાલમાં રાજ્યમાં બપોરના સમયે ગરમી અને રાત્રે ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 18 થી 22 ડિગ્રી રહેશે.
આવતા સપ્તાહથી તમને ઠંડીનો અનુભવ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે અંબાલાલ પટેલે જણાવ્યું કે અલ નિનોના કારણે આ વર્ષે શિયાળો મોડો આવશે 22 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે આ પછી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે.
વધુ વાંચો:ગુજરાતનાં મશહૂર ઉધોગપતિનું થયું નિધન, ‘વાઘ બકરી ચા’ ગ્રુપના ખાસ વ્યક્તિ હવે નથી રહ્યા, જાણો કોણ હતા…
આ વર્ષે જાન્યુઆરીમાં પણ કડાકાની ઠંડી પડશે આ દિવસોમાં લધુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી જશે તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 8 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જવાની શક્યતા છે તે બાદ ફેબ્રુઆરી અને માર્ચમાં પણ ઠંડી રહેશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.