ગુજરાત રાજ્યમાં હાલ કાળજાળ શેકાઈ જવાય એવી ગરમી પડી રહી છે 15 જૂનથી ચોમાસાની શરૂઆત થશે જોકે, એ પહેલા ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી થશે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં આ ચક્રવાત લેશે.
ગુજરાત પર એક મોટું વાવાઝોડું ત્રાટકી શકે છે હા ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવતા અઠવાડિયા બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને તેનાથી મહારાષ્ટ્ર સહિત આપણું ગુજરાત પ્રભાવિત થશે. 26 મેથી 4 જૂન દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે અને ભારે વરસાદ પણ પડશે.
વધુમાં આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદ સાથે ભારે તોફાનની આગાહી આપી છે 22મી મેની આસપાસ બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત લેશે અને મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે તો ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, 26 મે ના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે આ સમયે 100-120 km ની ઝડપે પવન ફૂંકાશે. અરબસાગરમા મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે. 8 જૂન બાદ આરબસાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની શક્યતા પણ છે. આંધીવંટોળ સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતા છે.
આ પણ વાંચો:બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રી છે ઐશ્વર્યા રાય બચ્ચન! ફિલ્મો કે શો વગર કેવી રીતે કમાણી કરે છે…?
અંબાલાલ પટેલે કહ્યું કે, 7 જૂન થી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસુ શરુ થવાની શક્યતા છે. 14-18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. કાચા મકાનના છાપરા ઉડી જાય તેવા વરસાદની આગાહી છે. આમ, 25 જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસુ શરુ થશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.