Another 19-year-old youth studying at Vadodara MS University suffered a heart attack

વડોદરામાં વધુ એક 19 વર્ષીય યુવાનને આવ્યો હાર્ટએટેક, મિત્રો સાથે વાતો કરતાં-કરતાં ઢળી પડ્યો…

Bollywood

લોકડાઉન બાદ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં હાર્ટએટેકના કેસ સતત વધી રહ્યા છે રોજ એક-બે કેસ બને છે. ચિંતાની વાત એ છે કે હવે યુવા વયના લોકોને હાર્ટએટેક આવી રહ્યો છે. ત્યારે હવે વધુ એક વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ વિભાગમાં અભ્યાસ કરતા માત્ર 19 વર્ષના વિદ્યાર્થીનુ હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે.

મુળ પાટણનો રહેવાસી દીપ ચૌધરી સાયન્સ ફેકલ્ટીના અભ્યાસ કરતો હતો. બુધવારની રાત્રે તે પોતાના મિત્રો સાથે નાસ્તો કરીને હોસ્ટેલમાં રહેતા બીજા મિત્રોને મળવા માટે ગયો હતો. તે હોસ્ટેલના રૂમમાં મિત્રો સાથે વાતો કરી રહ્યો હતો ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો થયો હતો અને તે રૂમમા જ ઢળી પડ્યો હતો.

ગભરાઈ ગયેલા તેના મિત્રોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો પણ હોસ્પિટલ પર પહોંચે તે પહેલા જ તેનુ અવસાન થયુ હતુ વિદ્યાર્થી ભણવામાં તેજસ્વી હતો અને ફેકલ્ટીએ આવા વિદ્યાર્થીને ગુમાવવો પડ્યો તે દુખની વાત છે. તેના મિત્રો અને પરિવારને આ આઘાત સહન કરવાની ભગવાન શક્તિ આપે.

વધુ વાંચો:અભિનેત્રી આલિયા ભટ્ટે ખોલ્યુ પ્રાઈવેટ રાજ, કહ્યું- રણબીરને પસંદ છે તેના હોઠો પર…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *