હાલમાં જ સની દેઓલની નવી ફિલ્મ ગદર-2 આવી છે, જે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. અત્યાર સુધી તેણે લગભગ 336 કરોડ રૂપિયાની કમાણી કરી છે, પરંતુ આ દરમિયાન સની દેઓલના બંગલાની હરાજી અંગે સમાચાર આવ્યા છે.
પણ હાલમાં ખબર સામે આવી છે કે મુંબઈમાં તેનો 55 કરોડ રૂપિયાનો બંગલો હરાજી થવા જઈ રહ્યો છે બેંક ઓફ બરોડાએ અખબારમાં એક જાહેરાત આપી છે, જેમાં અજય સિંહ દેઓલ ઉર્ફે સની દેઓલના નામે 55 કરોડ રૂપિયાનો બંગલો છે અને તેની 25 સપ્ટેમ્બર 2023ના રોજ હરાજી કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.
આ ઘર સની વિલા તરીકે ઓળખાય છે અને તે ઉત્તર મુંબઈના ગાંધી ગ્રામ રોડ પર આવેલું છે ગદર ફેમ સની દેઓલે મુંબઈમાં આ આલીશાન બંગલો ખરીદવા માટે મોટી લોન લીધી હતી અને વ્યાજ સાથે બેંક ઓફ બરોડાને રૂ. 55.99 કરોડ દેવાના હતા, જે તે આજ સુધી ચૂકવી શક્યા નથી.
વધુ વાંચો:ૐ શાંતિ: લદ્દાખમાં ભારતીય સેનાનું વાહન પડ્યું ખાઈમાં, એકે સાથે 9 જવાનો વીર ગતિએ પ્રાપ્ત થયા…
આવી સ્થિતિમાં, બેંકે જાહેરાત દ્વારા તેની હરાજી વિશે માહિતી આપી છે. આ હરાજી માટે મૂળ કિંમત 51.43 કરોડ રૂપિયા રાખવામાં આવી છે સની દેઓલનો આ બંગલો ખૂબ જ આલીશાન છે, જેમાં પાર્કિંગથી લઈને સ્વિમિંગ પૂલ, મૂવી થિયેટર, હેલિપેડ એરિયા, ગાર્ડન અને આરામની તમામ સુવિધાઓ છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.