ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ કોહલી કમાણીના મામલામાં વિશ્વનો સૌથી અમીર ક્રિકેટર છે. પરંતુ એક અન્ય ક્રિકેટર છે જે માત્ર કોહલી જ નહીં પરંતુ સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીથી પણ વધુ અમીર છે. એટલું જ નહીં તેમનું ઘર દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર કરતા પણ મોટું છે અને આ પૂર્વ ક્રિકેટરનું નામ છે સમરજિત સિંહ રણજીત સિંહ ગાયકવાડ.
પૂર્વ ભારતીય ક્રિકેટર સમરજીત સિંહ રણજીત સિંહ ગાયકવાડનું ઘર મુકેશ અંબાણીના એન્ટિલિયા કરતા અનેકગણું મોટું છે અને તેની કિંમત પણ એન્ટિલિયા કરતા ઘણી વધારે છે તેમની સંપત્તિ વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને એમએસ ધોની કરતા પણ વધુ છે.
ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા વિશે દરેક જણ જાણે છે.
તેમનું ઘર વિશ્વના સૌથી મોંઘા મકાનોમાંનું એક છે અને ભારતની સાથે એશિયાનું સૌથી મોંઘું ઘર છે. પરંતુ, શું તમે જાણો છો કે પૂર્વ ભારતીય ક્રિકેટરનું ઘર અંબાણી એન્ટિલિયા કરતાં અનેકગણું મોટું છે અને તેની કિંમત પણ એન્ટિલિયા કરતાં ઘણી વધારે છે. એટલું જ નહીં આ પૂર્વ ક્રિકેટરની સંપત્તિ વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને એમએસ ધોની કરતા પણ વધુ છે. ચાલો તમને એ પણ જણાવીએ કે આ પૂર્વ ક્રિકેટર્સ કોણ છે અને તેમની પાસે કેટલી પ્રોપર્ટી છે.
photo credit: Jansatta(google)
જણાવી દઈએ કે સમરજિત સિંહ રણજીત સિંહ ગાયકવાડ રોયલ ફેમિલીમાંથી છે. તેમનો જન્મ 25 એપ્રિલ 1967ના રોજ બરોડા, ગુજરાતમાં થયો હતો. તેઓ કથિત રીતે ગુજરાતના રાજા પણ રહી ચૂક્યા છે.
વધુ વાંચો:ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ બાદ ભાવુક થયો રિંકુ સિંહ, કહ્યું- પૈસા નહોતા ત્યારે માં એ લોકો પાસેથી ઉધાર…
સમરજિત સિંહે રણજી ટ્રોફીમાં પણ બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે બરોડા માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે છ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે આ સાથે તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે તેઓ રણજીત સિંહ પ્રતાપ સિંહ ગાયકવાડ અને શુભાંગિની રાજેના એકમાત્ર પુત્ર છે. તે લક્ષ્મી વિલાસ પેલેસના માલિક છે, જે વિશ્વનું સૌથી મોટું ખાનગી રહેઠાણ હોવાનું કહેવાય છે, જે બકિંગહામ પેલેસ કરતાં ચાર ગણું મોટું છે. તેમની પત્નીનું નામ રાધિકા રાજે છે, જેઓ વાંકાનેરના રાજવી પરિવારમાંથી આવે છે.
photo credit: Jansatta(google)
લક્ષ્મી વિલાસ પેલેસ 3,04,92,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. જ્યારે મુકેશ અંબાણીની એન્ટિલિયા 48,7800 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. લક્ષ્મી વિલાસ પેલેસમાં 170 થી વધુ રૂમ છે.
photo credit: हुड़दंग न्यूज(google)
જ્યારે, બકિંગહામ પેલેસ 828,820 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા 1890માં કરવામાં આવ્યું હતું.સમરજીત સિંહની સંપત્તિ તેના ક્રિકેટ સમકક્ષો કરતા ઘણી વધારે છે, તેમની સંપત્તિનું મૂલ્ય 20,000 કરોડ રૂપિયાથી વધુ છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.