છેલ્લા કેટલાક દિવસોથી મનોરંજન જગતના હ્રદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈના અવસાનમાંથી લોકો હજુ સાજા થયા ન હતા કે વધુ એક જાણીતા અભિનેતાનું અવસાન થયું.
કમલ હાસન સાથે ફિલ્મોમાં કામ કરનાર ફેમસ એક્ટર મોહન હવે આ દુનિયામાં નથી અભિનેતાનો મૃતદેહ રોડ પરથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે, જેનાથી લોકો ચોંકી ઉઠ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે 60 વર્ષીય મોહનનો મૃતદેહ મદુરાઈના તિરુપારંગુદ્રમની સડકો પર રહસ્યમય હાલતમાં મળી આવ્યો હતો.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. તે છેલ્લા કેટલાક સમયથી પૈસાની તંગીથી ઝઝૂમી રહ્યો હતો અને જીવવા માટે ત્યાં ભીખ માંગતો હતો.
મળતી માહિતી મુજબ સ્થાનિક લોકોએ 31 જુલાઈના રોજ મોહનને રસ્તા પર મૃત હાલતમાં પડેલો જોયો અને પછી પોલીસને જાણ કરી. રિપોર્ટ્સ અનુસાર, તેની હાલત એટલી ખરાબ હતી કે તેને ઓળખવો પણ મુશ્કેલ હતો.
વધુ વાંચો:મજાથી બેઠો હતો કિંગ કોબ્રા, પછી ગાયે જે કર્યું એ જોઈ હોશ ઊડી જશે, IFS અધિકારી એ કર્યો શેર વિડીયો…
એક અહેવાલ અનુસાર, બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મદુરાઈ સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ પછી તેના પરિવારજનોને તેના અવસાનની જાણ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોહનની તબિયત ખરાબ હોવાને કારણે અવસાન થયું છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.