દોસ્તો હાલમાં ભારતના યુવાનો અને યુવતીઓ સાથે વિદેશમાં અવસાનના કેસો સામે આવી રહ્યા છે એવામાં હાલ ખબર સામે આવી છે કે ઓસ્ટ્રેલિયામાં ઉબેર ઈટ્સના ડ્રાઈવર તરીકે કામ કરતા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું સિડનીમાં એસયુવીની ટક્કરથી અવસાન થયું છે એમ એક મીડિયા અહેવાલમાં જણાવાયું છે.
ઓસ્ટ્રેલિયામાં ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતા ભારતીય વિદ્યાર્થીનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. તે 22 વર્ષનો હતો અને Uber Eats માટે કામ કરતો હતો. એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીનું નામ અક્ષય દીપક દોલતાની હતું જે મુંબઈનો વતની હતો.
અહેવાલોમાં જણાવાયું છે કે અકસ્માત બાદ અક્ષય દોલતાનીને રોયલ નોર્થ શોર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ થોડા કલાકો પછી તેનું મૃત્યુ થયું હતું. અક્ષયના ભાઈએ જણાવ્યું કે તેનો એકમાત્ર ઉદ્દેશ્ય સારું જીવન જીવવાનું હતું અને તેથી તે ઓસ્ટ્રેલિયા ગયો અને તે તેના પરિવારને વધુ સુવિધાઓ આપવા માંગતો હતો જેથી કરીને તેઓ સારી જીવનશૈલી જીવી શકે.
વધુ વાંચો:77 ની ઉંમરે પણ દાદીમાનો 25 વર્ષ જેવો જુસ્સો, બન્યા સફળ બિઝનેસમેન ! હવે કરે છે કારોડની કમાણી…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.