15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું અને હવે દર વર્ષે 15 ઓગસ્ટે આ ખાસ દિવસ ઉજવવામાં આવે છે. શું તમે જાણો છો કે ઘણા દેશો આપણી સાથે સ્વતંત્રતા દિવસ ઉજવે છે ભારત- ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ શાસનની લાંબા સમયની ગુલામીમાંથી આઝાદી મળી હતી.
રિપબ્લિક ઓફ કોંગો: રિપબ્લિક ઓફ કોંગોને કોંગો-બ્રાઝાવિલે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દેશને 15 ઓગસ્ટ 1960ના રોજ ફ્રાન્સથી આઝાદી મળી હતી. અહીં પણ, 15 ઓગસ્ટ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા: દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા પણ ભારતની આઝાદીના બે વર્ષ પહેલાં સ્વતંત્ર હતા. અગાઉ કોરિયા જાપાનના શાસન હેઠળ હતું અને 15 ઓગસ્ટ 1945માં તેને આઝાદી મળી હતી. હવે બંને દેશો 15મી ઓગસ્ટે રાષ્ટ્રીય મુક્તિ દિવસ ઉજવે છે.
વધુ વાંચો:હે ભગવાન ! 28 વર્ષીય મહિલા કોન્સ્ટેબલનું હાર્ટ એટેક આવતા દુ:ખદ નિધન, પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું…
લિક્ટેંસ્ટાઇન: લિક્ટેંસ્ટાઇન એ વિશ્વના સૌથી નાના દેશોમાંનો એક છે અને તે યુરોપનો સૌથી નાનો દેશ છે. તે સ્વિટ્ઝર્લૅન્ડ અને ઑસ્ટ્રિયાથી ઘેરાયેલું છે. આ દેશને 1866માં જર્મન શાસનથી આઝાદી મળી હતી. બહેરીન: બહેરીન પર્શિયન ગલ્ફનો એક મહત્વપૂર્ણ ટાપુ દેશ છે. આ દેશને 15 ઓગસ્ટ 1971ના રોજ યુકેથી આઝાદી મળી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.