Arijit Singh went on a scooter with slippers on his feet and a bag in his hand

પગમાં ચપ્પલ, હાથમાં બેગ લઈને સ્કૂટી પર નીકળ્યા અરિજિત સિંહ, સિંગરનો વીડિયો થયો વાયરલ…

Bollywood Breaking News

મિત્રો બૉલીવુડ ફિલ્મોમાં અનેક શાનદાર ગીતો ગાઈને ચાહકોનું દિલ જીતનાર ગાયક અરિજીત સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં અરિજીત સિંહ પગમાં ચપ્પલ અને હાથમાં બેગ લઈને કોલકાતાની ગલીઓમાં ફરતો જોવા મળે છે.

અરિજિતનો આ લુક અને સાદગી જોઈને ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. તેમના પર પ્રેમની વર્ષા પણ કરી બોલિવૂડ સ્ટાર્સની સિમ્પલ લૂક સ્ટાઇલ ભાગ્યે જ જોવા મળે છે પરંતુ સોશિયલ મીડિયા પર જોવા મળતા અરિજિત સિંહના લુકએ લોકોના દિલ એક ચપટીમાં જીતી લીધા હતા.

વધુ વાંચો:દુનિયાના સૌથી નાના સિંગર અબ્દુ રોજિકની લાઇફસ્ટાઇલ, આ કારણે તેમની હાઇટ નીચી રહી, જાણો…

આ વીડિયોમાં અરિજિત સિંહ પગમાં ચપ્પલ, હાથમાં બેગ અને સાદા કપડા પહેરીને સ્કૂટી ચલાવીને બજારમાં જતા જોવા મળે છે. અરિજીત સિંહનો આ વીડિયો પશ્ચિમ બંગાળના તેમના વતન મુર્શિદાબાદનો છે આ વીડિયોમાં તે એવા સિમ્પલ લુકમાં જોવા મળી રહ્યો છે કે તેને એક નજરમાં ઓળખવો તમારા માટે મુશ્કેલ થઈ જશે.

અરિજીત સિંહનો આ લુક જોઈને ફેન્સને તેની સાદગીનો વિશ્વાસ થઈ ગયો છે આ વીડિયો આયુષ નામના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. જે થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *