At the age of 60 actor Ashish Vidyarthi got married for the second time

60 વર્ષની ઉંમરે એક્ટર આશિષ વિદ્યાર્થી એ કર્યા બીજા લગ્ન, જાણો કોનાથી લગ્ન કર્યા…

Bollywood Breaking News

દોસ્તો બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની વિલન સ્ટાઈલથી ફેમસ થયેલા આશિષ વિદ્યાર્થી વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખરેખર અભિનેતાએ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા છે આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરે આસામની રૂપાલી બરુઆ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. આ કપલે 25 મે ગુરુવારે તેમના નજીકના મિત્રોની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા હતા.

આશિષ તેના લગ્ન પ્રસંગે કહે છે જીવનના આ તબક્કે રૂપાલી સાથે લગ્ન કરવું એ એક અસાધારણ લાગણી છે બંનેએ ગુરુવારે કોલકાતામાં લગ્ન કર્યાં હતાં મળતી માહિતી મુજબ આ કપલ ટૂંક સમયમાં જ તેમના મિત્રો માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે.

આશિષના લગ્નની તસવીરો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર બધા એક જ સવાલ પૂછી રહ્યાં છે. આખરે આશિષની વહુ કોણ છે? તમને જણાવી દઈએ કે, રૂપાલી આસામની ફેશન ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે. તે ગુવાહાટીની રહેવાસી છે અને કોલકાતામાં તેનો ફેશન સ્ટોર છે.

વધુ વાંચો:ફિઝિક્સવાલા યુ ટ્યુબ ચેનલ ચલાવતા આ શિક્ષકે નોકરીની ઓફરો પણ ઠુકરાવી અને બનાવી પોતાની બ્રાન્ડ…

તમને જણાવી દઈએ કે આ કપલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આજે સવારે અમે કોર્ટ મેરેજ કર્યા છે અને સાંજે અમે ગેટ-ટુગેધર કરીશું. આશિષે તેની લવ સ્ટોરીનો પણ ખુલાસો કર્યો અને કહ્યું અરે આ એક લાંબી વાર્તા છે વો કભી ઔર બતાયેંગે.

આ અંગે રૂપાલીએ કહ્યું કે અમે થોડા સમય પહેલા મળ્યા હતા અને અમે અમારા સંબંધોને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. અમે બંને ઈચ્છતા હતા કે અમારા લગ્ન સાદાઈથી થાય આશિષની ભૂતપૂર્વ પત્ની વિશે વાત કરીએ તો તેણે અભિનેત્રી રાજોશી વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા વર્ષો સુધી સાથે રહ્યા બાદ બંનેએ છૂટાછેડા લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *