તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર, નેતા અને સાઉથના પૂર્વ અભિનેતા ઉધયનિધિ સ્ટાલિને 2 સપ્ટેમ્બરે સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરી હતી અયોધ્યાના સંત પરમહંસ આચાર્યએ સોમવારે તેમના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે જે કોઈ ઉધયનિધિનું માથું લાવશે તેને 10 કરોડ રૂપિયાનું ઈનામ મળશે આ દરમિયાન તેમણે ઉધયનિધિ સ્ટાલિનના પોસ્ટર પર તલવારનો ઉપયોગ કર્યો હતો.
ઉધયનિધિએ પણ રવિવારે સાંજે સનાતન ધર્મને નાબૂદ કરવાની હાકલનો પુનરોચ્ચાર કર્યો હતો ચેન્નાઈમાં પત્રકારો સાથે વાત કરતા ઉધયનિધિએ કહ્યું કે તેઓ તેમના નિવેદન પર અડગ છે લોકોએ તેને બિનજરૂરી રીતે નરસંહાર સાથે જોડી દીધો છે.
શનિવારે બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ ઉધયનિધિના નિવેદનને નરસંહાર માટે ઉશ્કેરણી સમાન ગણાવ્યું હતું. જે બાદ ઉધયનિધિએ કહ્યું- જો પીએમ મોદી પણ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે તો શું તેનો મતલબ એ છે કે કોંગ્રેસીઓને મારવા જોઈએ.
વધુ વાંચો:ગરમીના ‘બફારા’ વચ્ચે વરસાદને લઈને અંબાલાલ પટેલની નક્કોર આગાહી, આગામી 72 કલાકમાં, જુઓ Video…
આ સમગ્ર મામલો ઉધયનિધિ સ્ટાલિને 2 સપ્ટેમ્બરે ચેન્નાઈમાં સનાતન નાબૂદી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યાં ભાષણ દરમિયાન તેમણે સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
photo credit: Good News Today(google)
ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના સાથે કરી હતી. ઉધયનિધિએ કહ્યું- મચ્છર, ડેન્ગ્યુ, તાવ, મેલેરિયા અને કોરોના એવી કેટલીક વસ્તુઓ છે જેનો માત્ર વિરોધ ન કરી શકાય, પરંતુ તેને ખતમ કરવો જરૂરી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.