ગુજરાતના સુરતમાં બેંકમાં લૂંટની ઘટના સામે આવી છે. શુક્રવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ, બે બાઇક પર સવાર ચારથી પાંચ હેલ્મેટધારી લૂંટારુઓએ શહેરની હદમાં આવેલા સચિન નજીકના વાંજ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્ર શાખા પર હુમલો કર્યો હતો.
લૂંટારુઓ એક પછી એક હેલ્મેટ પહેરીને અંદર પ્રવેશ્યા અને બંદૂકની અણી પર કેશિયર અને સ્ટાફને બંધક બનાવ્યા. 13 લાખથી વધુની રોકડની લૂંટ કરીને બાઈક પરથી લૂંટારુઓ નાસી છૂટ્યા હતા.
વધુ વાંચો:ગાંધીનગરમાં વધુ એક 21 વર્ષીય યુવકનું હદય બંધ પડ્યું, પરિવારના ધબકારા વધ્યા…
લૂંટની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, વીડિયોમાં બદમાશો બેંકમાં ઘૂસતા જોઈ શકાય છે. ઘટનાની જાણ થતા સચિન પોલીસ સહિત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ બેંક પર પહોંચી ગયા હતા. પોલીસે રેડ એલર્ટ જાહેર કરી લૂંટારાઓની શોધમાં નાકાબંધી કરી દીધી છે.
પિસ્તૉલ બતાવી 13 લાખની લૂંટ, બેન્કમાં રહેલા બધા લોકો જોતા જ રહી ગયા!#Surat #Theft #CCTV #video #Gujarat #Bank #ZEE24KalakOriginalVideo pic.twitter.com/vUEF9HMPE3
— Zee 24 Kalak (@Zee24Kalak) August 11, 2023
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.