ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે રમાનારી 5 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ આ જાણકારી આપી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કહ્યું છે કે ‘વિરાટ કોહલીએ BCCIને અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટમાંથી ખસી જવા વિનંતી કરી છે. વિરાટે કેપ્ટન રોહિત શર્મા, ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો સાથે વાત કરી છે. કોહલીએ એ વાત પર ભાર મૂક્યો છે કે દેશનું પ્રતિનિધિત્વ કરવું હંમેશા તેમની ટોચની પ્રાથમિકતા રહી છે.
આ સાથે BCCIએ કહ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેમના નિર્ણયનું સન્માન કરે છે. વિરાટ કોહલીની પ્રાઈવસીનું સન્માન કરવું જોઈએ. બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે સ્ટાર બેટ્સમેનને તેમનો ટેકો આપ્યો છે અને બાકીની ટીમ ટેસ્ટ શ્રેણીમાં પ્રશંસનીય પ્રદર્શન કરશે તેવો વિશ્વાસ છે.
વધુ વાંચો:પતિ નુપુર શિખર સાથે હનીમૂન પર નીકળી આમિર ખાનની દીકરી ઈરા ખાન, ખાસ પળોની તસવીરો આવી સામે…
બીસીસીઆઈએ મીડિયા અને પ્રશંસકોને વિરાટ કોહલીની ગોપનીયતાનું સન્માન કરવા અને તેના અંગત કારણોના પ્રકાર પર અનુમાન ન કરવા વિનંતી કરી છે. આગામી ટેસ્ટ શ્રેણીમાં ખેલાડીઓના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વિરાટના રિપ્લેસમેન્ટની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે
હાલમાં એવું માનવામાં આવે છે કે વિરાટ કોહલીના સ્થાને ત્રણમાંથી કોઈ એક ખેલાડી હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરફરાઝ ખાન, રજત પાટીદાર અથવા ચેતેશ્વર પૂજારામાંથી એકને તક મળી શકે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.