બૉલીવુડ સિનેમામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બોલિવૂડના જાણીતા અભિનેતા રિયો કાપડિયાનું નિધન થયું છે તેમણે 66 વર્ષની વયે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું.
અભિનેતા રિયોએ 14 સપ્ટેમ્બર બપોરે 12.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા અને તેમના અંતિમ સંસ્કાર 15 સપ્ટેમ્બર સવારે 11:00 વાગ્યે ગોરેગાંવના શિવધામ સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે રિયોના નિધનના સમાચારની પુષ્ટિ તેના મિત્ર ફૈઝલ મલિકે કરી છે.
કેટલાક સમયથી રિયોની તબિયત સારી ન હતી અને કે!ન્સર સામેની લાંબી લડાઈ બાદ આખરે ગુરુવારે તેનું અવસાન થયું તેમના મિત્રએ એક નિવેદન બહાર પાડ્યું છે. ફૈઝલે લખ્યું પ્રિય મિત્રો ખૂબ જ દુઃખ સાથે હું તમને જણાવવા માંગુ છું કે અમારા પ્રિય મિત્ર રિયો કાપડિયાનું આજે બપોરે 12:30 વાગ્યે નિધન થયું છે.
વધુ વાંચો:Video: એકે સાથે 10 લોકોની અંતિમયાત્રા નીકળી, આખા ગામમાં સન્નાટો, મથુરા દર્શન કરવા જતાં નડ્યો હતો અકસ્માત…
તમને જણાવી દઈએ કે, રિયોની પાછળ તેની પત્ની મારિયા ફરાહ અને 2 બાળકો અમન અને વીર છે રિયો ચક દે ઈન્ડિયા, હેપ્પી ન્યૂ યર, ખુદા હાફિઝ અને દિલ ચાહતા હૈ જેવી ફિલ્મો માટે જાણીતો હતો તેઓ છેલ્લે વેબ સિરીઝ મેડ ઇન હેવન 2માં જોવા મળ્યા હતા ફિલ્મો ઉપરાંત, રિયો ટેલિવિઝન પર પણ એક અગ્રણી ચહેરો હતો. તેણે સપને સુહાને લડકપન કે અને મહાભારત જેવા શોમાં કામ કર્યું હતું.
ફોટો ક્રેડિટ: डेली संवाद(ગૂગલ)
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.