સાળંગપુરના ભીંતચિત્રોનો વિવાદ પૂરો થયાને હજી મહિનો પણ નથી થયો ત્યાં સ્વામિનારાયણના એક સ્વામીએ ફરી એકવાર સનાતન ધર્મના દેવીનું અપમાન કરતા વિવાદ વકર્યો છે. વડતાલ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ સ્વામીનો ખોડિયાર માતાજી વિશેનો વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં ચારેય બાજુ વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે ખોડિયાર માતા અઢારેય વરણમાં કુળદેવી તરીકે પૂજાય છે. જેને લઈને ભક્તો રોષે ભરાયા છે.
તેવામાં ગુજરાતનાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી હાલ ચર્ચામાં છે તેઓ એ હાલમાં એક નિવેદનમાં બોચી પકડી લેવાની વાત કરી છે આ મામલે રાજભા ગઢવીએ પણ આકરા શબ્દોમાં પ્રહાર કર્યા છે તેમનો એક વીડિઓ વાઈરલ થયો છે એ સ્વામિનારાયણ સાધુઓને જવાબ આપતા હોય એવુ લાગી રહ્યું છે એમણે કહ્યું કે કુળદેવી વિશે કોઇ બોલે તો તેની બોચી(ગરદન) પકડી લેજો.
મળતી માહિતી મુજબ તેમણે કહ્યું કે ગમે તે ધર્મ હોય પોતાના ઇષ્ટદેવને, સૂરાપુરાને ભૂલાવી બીજે વાળવાની વાત કરે તેની સીધેસીધી બોચી પકડી લેજો. પછી જે પરિણામ આવવું હોય તે આવે એટલું તો હવે કરી જ શકાય એમ કરીને કહ્યું.
વધુ વાંચો:બાગમતી નદીમાં હોડીયું પલટી ખાઈ ગયું, સવાર હતા 32 જેવા સ્કૂલના બાળકો, 12 હજી પણ ગુમ, જાણો પૂરી ઘટના…
કુળદેવી વિશે બોલે તેની બોચી પકડી લેજો…: રાજભા ગઢવીએ સ્વામિનારાયણ સાધુને આપ્યો જવાબ સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીની વિવાદિત નિવેદન, કહ્યું મહારાજે ખોડિયાર માતાજી પર કપડાં નિચોવ્યા હતા. લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ આપ્યો જવાબ, કહ્યું જે દિવસે અમારી જોગમાયા હથિયાર… pic.twitter.com/jdmqUB5SnY
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 12, 2023
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.