તાજેતરમાં ગુજરાતના સુરત શહેરમાં રાત્રે એક ભયાનક અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે ભયાનક અકસ્માત એટલો મોત હતો ke જેમાં 10 કાર એકબીજા સાથે અથડાઈ હતી આ ભયાનક અકસ્માત બાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અકસ્માતમાં 4 લક્ઝરી બસ, 4 કાર અને 2 ટ્રકનો સમાવેશ થાય છે આ અકસ્માતમાં 10 કારને નુકસાન થયું છે ગુજરાતના નેશનલ હાઈવે-48 પર એક અકસ્માત થયો છે. અકસ્માત સર્જાતા લોકોની ફેફડીઓ હલી ગઈ હતી અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
મળતી વિગત અનુસાર સુરત પંથકમાં હાઇવે પર પેસેન્જર ભરવા ઉભી રહેલી લકઝરી બસોને કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું મનાઇ રહ્યું છે. લકઝરી બસ એકાએક ઉભી રાખતા પાછળ ધડાકાભેર એક પાછળ એક અન્ય વાહનો અથડાયા હતા.
વધુ વાંચો:ગુજરાતમાં આવી રહ્યો છે ધાબા ખખડાવી નાખે એવો વરસાદ, બે હવામાન નિષ્ણાંતો એ કરી ભારે આગાહી…
અકસ્માતમાં અનેક વાહન ચાલકોને ઇજાઓ પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે. અકસ્માતની આ ઘટનાને પગલે ક્ષણિક અફરાટફરીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ માર્ગ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. આવું થતાં રોડ થોડાક ટાઈમ માટે બંધ રખાયો હતો.
સુરતના નેશનલ હાઈવે-48 પર મોડીરાત્રે એકસાથે 10 જેટલાં વાહનો એકબીજા સાથે ટકરાયા#Surat #Gujarat #News pic.twitter.com/RE38jpzrpS
— Zee 24 Kalak (@Zee24Kalak) September 15, 2023
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.