Boat filled with 30 children capsizes in Bagmati river of Bihar Muzaffarpur

બાગમતી નદીમાં હોડીયું પલટી ખાઈ ગયું, સવાર હતા 32 જેવા સ્કૂલના બાળકો, 12 હજી પણ ગુમ, જાણો પૂરી ઘટના…

Breaking News

હાલમાં બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાંથી એક મોટો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ બાગમતી નદીમાં શાળાના બાળકોથી ભરેલી નાવ પલટી ગઈ હતી જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે બોટમાં 30થી વધુ બાળકો સવાર હતા. આ અકસ્માત ગાયઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના બેનિયાબાદ ઓપીમાં થયો હતો.

બાળકોને નદીમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 20 બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે અને 12 બાળકો હજુ પણ ગુમ છે. તેની શોધખોળ ચાલુ છે.

આવું બનતા સ્થળ પર મોટી ભીડ એકઠી થઈ ગઈ છે વિસ્તારમાં ભયનો માહોલ છે. બેનિયાબાદ ઓપી પોલીસ અને એસડીએફઆરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કાર્યમાં લાગેલી છે જો કે કેટલા લોકો ડૂબી ગયા તેની ચોક્કસ માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી.

વધુ વાંચો:લાઈટનો થાંભલો ઉપર પડતાં 8 વર્ષના બાળકનું અવસાન, PGVCL ની બેદરકારી એ આખા પરિવારને રડાવી દીધો…

જો કે, ઘણા સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, 15 થી 20 જેટલા લોકો લાપતા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે તમામ લોકો બોટ દ્વારા નદી પાર કરી રહ્યા હતા. અકસ્માત બાદ બોટમાં સવાર બાળકોમાં ચીસાચીસ મચી ગયો હતો. બાળકો ડૂબવા લાગ્યા. તે જ સમયે, કેટલાક લોકોનું કહેવું છે કે જોરદાર કરંટને કારણે બોટ તેનું સંતુલન ગુમાવી દીધી અને તે નદીમાં પલટી ગઈ.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *