રાજસ્થાનના સીકર જિલ્લામાંથી હાલમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો ફતેહપુર નજીક નેશનલ હાઈવે પર એક ઝડપી ક્રેટા વાહન સામેથી આવતા ડમ્પર સાથે અથડાયું હતું વર-કન્યા ક્રેટા કારમાં હતા જે હરિયાણાના સિરસાથી લક્ષ્મણગઢ જઈ રહ્યા હતા. આ અકસ્માત લક્ષ્મણગઢ પહોંચતા પહેલા જ સવારે 8 વાગ્યે થયો હતો.
આ અકસ્માતમાં દુલ્હનનું નિધન નીપજ્યું હતું જ્યારે વરરાજાને ગંભીર ઇજા પહોંચી હતી થયું એમ કે રાત્રીના લગ્ન સમારોહ પછી વહેલી સવારે વર-કન્યા સિરસાથી લક્ષ્મણગઢના બાતનાઉ પરત ફરી રહ્યા હતા ગામ પહોંચતા થોડાક જ કિલોમીટર પહેલા એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.
ક્રેટા સામેથી આવતા ડમ્પર સાથે જોરદાર ટકરાઈ હતી. આ અકસ્માતમાં ક્રેટા ચકનાચૂર થઈ ગઈ હતી જેના કારણે કન્યાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘાયલ વરરાજાને સીકરની કલ્યાણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
વધુ વાંચો:રણબીર કપૂરના માથા પરથી વાળ ગાયબ અને કરચલીઓ, વાયરલ ફોટોએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ…
આ કરૂણ અકસ્માત બાદ વર-કન્યા બંનેના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. લગ્નની ખુશી દુ:ખમાં ફેરવાઈ ગઈ. અકસ્માતની માહિતી મળતા જ બંનેના પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
વર-કન્યાને લોહીથી લથપથ જોઈને પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આક્રંદથી પરિવારજનો અને સંબંધીઓની હાલત ખરાબ થઈ ગઈ હતી. આ અકસ્માત જોઈને ગ્રામજનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. મૃતક દુલ્હનનું નામ ખુશ્બુ ઉર્ફે રેખા છે. તે સિરસા પાસેના તાજિયા ખેડા ગામની રહેવાસી હતી. અકસ્માતને પગલે બંને પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.