ભારતીયો માટે આગળના કલાકો ખૂબ મહત્વના છે કેમેક ભારતનું ચંદ્રયાન 3 ચંદ્રની વધુ નજીક પહોંચી રહ્યું છે ભારતીય વૈજ્ઞાનિકો એ વાતને લઈને પૂરેપૂરા આત્મવિશ્વાસ માં છે કે ચંદ્ર પર સેફ લેન્ડિંગ તો પાક્કુ જ છે. પહેલા ઈસરોના પ્રમુખ એસ સોમનાથ પણ દાવો કરી ચૂક્યા છે કે વિક્રમ લેન્ડર ચંદ્ર પર સેફ લેન્ડિંગ કરીને જ રહેશે.
જો કે તેમણે લેન્ડિંગ સમયે છેલ્લી 15 મિનિટને ખુબ જ મહત્વપૂર્ણ ગણાવી. હવે વધુ એક એરોસ્પેસ વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે ચંદ્રયાન 3 કોઈ પણ સંજોગોમાં ચંદ્ર પર સેફ લેન્ડિંગ કરશે તેમણે કહ્યું કે ચંદ્રયાન 2 ની અસફળતા બાદ અને સુધાર કરવામાં આવ્યા છે.
ભારતીય સંસ્થાન વિજ્ઞાન વિભાગ બેંગ્લુરુમાં એરોસ્પેસ વૈજ્ઞાનિક પ્રોફેસર રાધાકાંત પાધીએ જણાવ્યું છે કે ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરમાં એક ઈનબિલ્ટ ‘બચાવ મોડ’ ઓપ્શન છે જે તેને ઉતરવામાં મદદ કરશે પછી ભલે બધુ આડું અવળું થઈ જાય. તેમાં કોઈ શંકા નથી કે વિક્રમ ચંદ્ર પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરશે. તેમણે જણાવ્યું કે ચંદ્રયાન 2ની નિષ્ફળતા બાદ ઘણા સુધારા કરવામાં આવ્યા છે.
વધુ વાંચો:સલમાન ખાનનું ટકલાવાળું લુક જોઈને લોકો ભડક્યા, આ શું કરી નાખ્યું, ફોટા થયા વાયરલ…
વિશ્વાસ પાછળ રાધાકાંત પાધીએ કહ્યું કે તેમને પૂરેપૂરો ભરોસો છે કે લેન્ડર સફળ થશે તેમણે કહ્યું કે ચંદ્રયાન 3ને છ ‘સિગ્મા સીમાઓ’ માટે ડિઝાઈન કરાયું છે આથી તે વધુ મજબૂત પકડ છે. પ્રોફેસર પાધીએ કહ્યું કે ચંદ્રયાન ૩નું તણાવ પરીક્ષણ કરાયું છે ઈસરોએ આ અગાઉ જાણકારી આપી હતી કે 23 ઓગસ્ટના રોજ સાંજે લગભગ 6 વાગે ચંદ્રયાન 3 ચંદ્ર પર ઉતરશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.