હાલમાં ગુજરાતીઓ માટે જીવન રાખ જેવુ થઈ રહ્યું છે લંડનમાં ભણવા ગયેલો અમદાવાદના પાટીદાર યુવક કુશ 10 દિવસથી ગુમ હતો તેનો કોઈ પત્તો ન હતો પટેલના મોતના સમાચાર આવ્યા છે. હવે તેના ગુમ થયાના 10 દિવસ બાદ ખબર સામે આવી છે કે 10 દિવસ બાદ કુશ પટેલનો મૃતદેહ લંડન બ્રિજ પાસેથી મળી આવી છે.
તેનો મૃતદેહ પાણીમાં એટલી કોહવાઈ ગઈ છે કે ઓળખાય તેવી હાલતમાં પણ રહી નથી પરંતું ડીએનએ ટેસ્ટના આધારે મૃતદેહ કુશ પટેલનો હોવાની પુષ્ટિ કરી છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો કુશ પટેલ ગત વર્ષે સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો ગત વર્ષે 2022 ના વર્ષે તેણે લંડનની યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટના કોર્સમાં એડમિશન લીધું હતું. પરંતું 10 ઓગસ્ટથી કુશ પટેલનો કોઈ સંપર્ક થયો નથી.
વધુ વાંચો:વર્લ્ડકપ 2023 માટે ઇન્ડિયાની સ્કોર્ડની થઈ જાહેરાત, તિલક વર્મા નો પણ નંબર લાગી ગયો….
પછી 10 દિવસ બાદ આવા માઠા સમાચાર મળ્યા કુશની ખુદખુશી બાદ પરિવાર ભાંગી પડ્યો હતો. પરિવારે મૃતદેહ ભારત લાવવા પ્રયાસો શરૂ કર્યા હતા જોકે, મૃતદેહ ભારત લાવવા 25 લાખ રૂપિયાનો ખર્ચો હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી પરિવાર મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. કેમ કે, એક તરફ તેમણે દીકરો ગુમાવ્યો છે અને હવે આટલો આર્થિક બોજો ઉઠાવી શકે તેવી પરિવારની સ્થિતિ નથી. હાલ તો કુશનો મૃતદેહ લંડન શબ ઘરમાં રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ કુશ પટેલે આર્થિક સંકડામળને કારણે આવું પગલું ભર્યું છે.