હાલમાં જ ‘સસુરાલ સિમર કા’ ફેમ દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમના ઘરમાં ખુશીની એન્ટ્રી થઈ છે વાસ્તવમાં, દીપિકા થોડા દિવસો પહેલા માતા બની હતી, તેણે 21 જૂને એક પુત્રને જન્મ આપ્યો હતો, પરંતુ દીપિકાના બાળકને સમય પહેલા ડિલિવરી થઈ હતી જેના કારણે તેના પુત્રને ઘણા દિવસો સુધી NICUમાં રાખવામાં આવ્યો હતો.
જો કે હવે આખરે દીપિકાના પુત્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરોમાં શોએબ પોતાના પુત્રને ખોળામાં લઈને જોવા મળી રહ્યો છે આ તસવીરોમાં દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ હોસ્પિટલની બહાર નીકળતા જોવા મળે છે. ફોટોમાં જોઈ શકાય છે કે શોએબ તેના પુત્રને ખોળામાં બેસાડી રહ્યો છે.
આ તસવીરમાં શોએબ ઈબ્રાહિમ પોતાના પુત્રને લાડ કરતો જોવા મળી રહ્યો છે. શોએબની આ તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.આ તસવીરમાં શોએબ તેના બાળકને તેમજ પત્ની દીપિકાને સંભાળતો જોવા મળી રહ્યો છે.આ તસવીરમાં શોએબ અને દીપિકા પાપારાઝી માટે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.
લોકો બંનેની આ તસવીરો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.શોએબ ઈબ્રાહિમ અને દીપિકા કક્કરની આ તસવીરો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અને આ નવા માતા-પિતાને અભિનંદન આપી રહ્યા છે.
વધુ વાંચો:PUBG વાળો પ્યાર: ભારતના સચિન સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાનથી ભાગીને આવી સીમા હૈદર, પછી…જાણો વધુમાં…
એક યુઝરે લખ્યું, “ભગવાન તમારા બાળકને સારું સ્વાસ્થ્ય અને ખુશી આપે તો ત્યાં અન્ય એક યુઝરે લખ્યું, “તમારા બંનેને ખૂબ ખૂબ અભિનંદન જણાવી દઈએ કે 22 ફેબ્રુઆરી 2018ના રોજ દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો વાયરલ થઈ હતી. લગ્નના 5 વર્ષ બાદ દીપિકા અને શોએબના ઘરે ખુશીએ દસ્તક આપી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.