દીકરો હોવા છતાં પિતા 90 વર્ષને ઉંમરે પણ ભીખ માંગવા મજબૂર બન્યા તો એક સેવાભાવી ટીમે એવી મદદ કરી કે ઘરડા માવતરને દીકરો હોવા છતાં ભીખ માંગવી પડે પછી કોની પાસે જઈને પોતાનું દુખ જણાવે ઘણીવાર એવું બનતું હોય છે સંતાન ન હોવાથી આ દંપતીની સેવા કરવા વાળું કોઈ નથી હોતું ત્યારે દીકરો હોવા છતાં એક વૃદ્ધ દાદાએ ભીખ માંગવી પડે આ કેટલી દુખની વાત ગણાય.
કારણ કે આ પડવામાં ટેકાને સહારે ચાલવું પડતું હોય અને પાછું બે ટાણાના રોટલા માટે ભીખ માંગવી પડે તો આ વૃદ્ધ પર જ દુખનો ડુંગર પડ્યો હોય એવો જ અહેસાસ થાય ત્યારે મિત્રો આવા જ એક દાદાએ જીવનના અંતિમ પડાવમાં ભીખ માંગીને જીવન પસાર કરવા મજબૂર બન્યા છે આ સમયે તે ચાલી પણ નથી શકતા તો ભીખ કેવી રીતે માંગીને ખાવું તે પણ આ દાદા જ પોતાનું દર્દ સમજતા હશે.
આવો જાણીએ કે દાદા કેટલા સમયથી આવી હાલતમાં અને દીકરો હોવા છતાં ભીખ શા માટે માંગી રહ્યાં છે તે જાણીએ રોડ પર માંડમાંડી ચાલીને ભીખ માંગતા આ દાદાનું નામ મોહનભાઈ છે જેઓ નિરાધાર હોય તેવી સ્થિતિમાં છે કારણ કે ભીખ તો જેનું કોઈ નથી હોતુ એ જ માંગે છે ત્યારે આ દાદાની સ્થિતિ કઈક આવી જ છે.
વધુ વાંચો:બે બે દીકરાઓ હોવા છતાં રોડ પર રહીને આ દાદી માં મરચું અને રોટલો ખાઈને પેટ ભરે છે, તેમની વેદના જાણી રડી પડશો…
ત્યારે દાદાને ભીખ માંગતા જોઈ એક સેવાભાવી વ્યક્તિએ પૂછ્યું કે રોજ રોડ પર આવી જ રીતે ભીખ માંગો છો ત્યારે દાદાએ કહ્યું કે મારી મજબૂરી છે એટલે કરવું પડે છે આ ભીખ માંગીને પોતાના પત્નીને આપે છે અને તેમાંથી પોતાનું પેટ ભરે છે તેમ જણાવતા દાદા કહે છે રોજ 200થી 300 રૂપિયા જેટલા થઈ જાય છે.
આ પૈસાથી મારૂ ઘર ચાલે છે તેમ જણાવતા દાદાએ કહ્યું કે મારા પત્ની અને હું જ રહું છું, મારે દીકરો છે પરંતુ તે અલગ રહે છે ત્યારે સેવાભાવી ટીમના સભ્યએ કહ્યું તમે ચાલી પણ નથી શકતા અને કલાકથી તમે લોકો પાસેથી પૈસા માંગી રહ્યાં છો.
ત્યારે 90 વર્ષના દાદાએ કહ્યું કે દીકરો છે પણ એ અમારૂ નથી ખાતો કે અમે તેનું નથી ખાતા ત્યારબાદ દાદાની મદદ માટે આ સેવાભાવી ટીમના સભ્યએ વૃદ્ઘ દંપતીને દુકાન ખોલી આપી જેથી કરીને તે પોતાનું ઘર ચલાવી શકે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.