કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીના નીચે ભીંત ચિત્રો વિવાદ બાદ સાળંગપુર મંદિરના બધા દરવાજા બંધ કરાયા છે. આ વિવાદ પગલે હનુમાનજીના દર્શન ન થતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવામળી રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદ ખાતેના સંત સંમેલનમાં સાધુ-સંતોનો મોટો નિર્ણય લીધો છે સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો છે.
તમામ સંતોએ મળીને સ્વામીનારાયણના કાર્યક્રમોમાં ન જવાના શપથ લીધા આજથી એકપણ સ્વામીનારાયણ મંદિરે ન જવાનો નિર્ણય કરાયો. તમામ સાધુ-સંતોએ એકસાથે પ્રતિજ્ઞા લઈ બહિષ્કાર કરાયો છે.
વડોદરાના જ્યોતિન્દ્રનાથ મહારાજે કહ્યું કે અમે શાંતિ જ ઈચ્છીએ છીએ. આજથી કોઈ પણ સાધુ સંતો એ સ્વામિનારાયણ મંદિરે નહીં જવાનું આજથી સ્વામિનારાયણ ધર્મનો બહિષ્કાર કરીયે છીએ. સાળંગપુર વિવાદમાં અમદાવાદમાં ભેગા થયેલા સંત સંમેલનમાં ઋષિભારતી બાપુએ માંગ કરતા કહ્યું લેખિત બાંહેધરી જ વિવાદને શાંત કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
વધુ વાંચો:30 વર્ષની દુશ્મની ભુલાવીને સની દેઓલ અને શાહરુખ ખાન મળ્યા ગળે, જુઓ વિડીયો…
આ બેઠકમાં મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ સરખેજ, મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ જુનાગઢ, મહામંડલેશ્વર મા વિશ્વેશ્વરી ભારતીજી માતા, મહામંડલેશ્વર શ્રી કલ્યાણનંદ ભારતી બાપુ, મોહનદાસ બાપુ, દિલીપદાસ બાપુ, જ્યોતિનાથ બાપુ, દેવનાથ બાપુ કચ્છ, મહામંડલેશ્વર પ્રેમાનંદ બાપુ, રાજાશાસ્ત્રી બાપુ દાહોદ, હર્ષદ ભારતી બાપુ નાશિક જેવા સાધુ સંતો એકઠા થયા હતા.
Video credit: vtvgujarati.com
આ વિવાદ સાળંગપુર હનુમાન મંદિરમાં શિલ્પચિત્રોને કારણે વિવાદ ઉઠ્યો છે હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે હનુમાનજીને દાસ દર્શાવાયા છે તો હનુમાનજી સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવા બતાવાયા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.