Despite being weak in ODIs this Indian player was selected in the Asia Cup

વન ડે માં નબળો છે….છતાં પણ એશિયા કપમાં આ ભારતીય પ્લેયર ફાઈ ગયો, જાણો કોણ છે…

Breaking News

ઇન્ડિયાના બોર્ડ BCCI એ એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે રોહિત શર્માની કેપ્ટનશીપમાં 17 સભ્યોની ટીમ કે.એલ. રાહુલ, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ ઐય્યરની વાપસી થઈ છે. આ ટીમમાં ICC ટી20 રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવને પણ જગ્યા મળી છે. સૂર્યા વન ડે વર્લ્ડ કપમાં પણ રમી શકે છે.

સૂર્યાકુમાર યાદવ T20 માં નંબર વન છે, પરંતુ વન ડે મેચમાં કંઈ ખાસ કમાલ કરી શક્યા નથી. વન ડે મેચમાં સૂર્યાકુમાર યાદવનો રેકોર્ડ ખરાબ રહ્યો છે અત્યાર સુધી સૂર્યા એ 26 વન ડે મેચ રમી છે, પરંતુ માત્ર બે જ અડધી સદી ફટકારી શક્યા છે. છેલ્લી 10 વન ડે મેચમાં પણ એવરેજ ખરાબ રહ્યું છે આ સાથે તેમણે વન ડે મેચમાં એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે તેમ છતાં તેમને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

આ વર્ષે સૂર્યા માટે વન ડે મેચ ખૂબ જ ખરાબ રહી છે સૂર્યાએ આ વર્ષે કુલ 10 વન ડે મેચ રમી છે, જેમાં 14.11ની સરેરાશથી માત્ર 127 રન કર્યા છે. આ દરમિયાન સૂર્યા સતત 3 વન ડે મેચમાં ગોલ્ડન ડક (પહેલો બોલ) પર આઉટ થયા હતા અને શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો.

વધુ વાંચો:એશિયા કપમાં ગુજરાતી ખેલાડીઓનો દબદબો, 17 માંથી 4 તો આપણા ગુજરાતી છે, જુઓ લિસ્ટ…

જોવા જઈએ તો સૂર્યાકુમાર યાદવ એકમાત્ર એવા પ્લેયર છે જે ત્રણ મેચની સીરિઝમાં સતત 3 વાર ગોલ્ડન ડક પર આઉટ થયા હતા. આવું થવા પછી પણ સૂર્યો લકી કહેવાય કે એશિયા કપમાં સિલેક્શન થઈ ગયું.

PBKS vs MI: "Dismissing Suryakumar Yadav Earlier This Season Was A Dream  Wicket" - Noor Ahmad

photo credit: CricketAddictor(google)
એશિયા કપ માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કે. એલ. રાહુલ, શ્રેયસ ઐય્યર, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઈશાન કિશન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, પ્રખ્યાત કૃષ્ણા. ટ્રાવેલિંગ રિઝર્વ- સંજૂ સૈમસન.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *