ઘોર કળિયુગ: કહેવાય છે કે દીકરો ન સાચવે તો દીકરી જ તેના માવતરની સેવા કરતી હોય છે પરંતુ જો દીકરી જ માઁને ન સાચવે તો માતા રોડ પર આવવા મજબૂર બની જાય. ત્યારે મિત્રો એક બા છે જેની વ્યથા જાણશો તો તમારી આંખમાં આંસુ આવી જશે.
કારણ કે માઁજીના જીવનમાં એવી તકલીફ ઉભી થઈ છે કે તેને ખાવાના તો ફાંફા છે જ સાથે રહેવાની મોટી તકલીફ છે આ દાદી રોડ પર રહીને પોતાનું દિવસો પસાર કરી રહ્યાં છે બે-બે દીકરીઓ હોવા છતાં કોઈ ન સાચવે તો કોઈ પણ માઁની આંખમાં આંસુ આવી જાય.
ત્યારે આપણે પણ જાણશું કે આ બાને શા માટે તેમની દીકરીઓ રાખવા માટે તૈયાર નથી અને તેના જીવન વિશે પણ જાણવાની કોશિશ કરીશું છેલ્લા ઘણાં સમયથી રોડ પર રહેતા બાનું નામ ધનું બહેન છે તેઓ પહેલા ભાડાના મકાનમાં એકલા રહેતા હતાં પછી તેમની દીકરીએ કહ્યું કે તમે એકલા રહો છો મારે ઘરે આવી જાઓ પછી બા ત્યાં જતા રહ્યાં તો સમય વીતતા બાને ઘરેથી જવા માટે કહી દીધું હતું.
વધુ વાંચો:પતિ નું અકાળે થયું નિધન ! લવ મેરેજ કર્યા પછી કોઈ બોલાવતું નથી, હવે બે દીકરીઓને કેમ કરી સાચવવી કઈ સમજાતું નથી…
દાદીના જીવનમાં મુશ્કેલીના દિવસો પગમાં વાગતા આવ્યાં પછી જ તેમની દીકરીએ કહ્યું હતું હવે તમને ગમે ત્યાં જતા રહો હું તમને નહીં રાખું ત્યારથી દાદીમાં રોડ પર આવી ગયાં છે.
દાદીમાં સાથે થયેલા અકસ્માત વિશે વાત કરતા જણાવે છે કે ગાડીવાળાએ તેને પગ પર ઠોકર મારીને જતો રહ્યો હતો પછીથી તેને ચાલવામાં તકલીફ થઈ રહી છે અને દીકરીએ પણ આ જ કારણ આપ્યું કે તને પગમાં વાગ્યું છે હું તારી સેવા નહી કરી શકુ એટલે તારે જ્યાં જવું હોય ત્યાં જાઓ એમ કહી દીધું હતું પછી તેમની મદદ માટે સમાજ સેવક એવા પોપટભાઈ આવ્યાં હતાં.
તો દાદીએ પોતાની વ્યથા જણાવી તો પોપટભાઈ પણ આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં તેમના દિવસો પસાર કરી રહ્યા તે પર વાત કરતા દાદીએ કહ્યું મારે રહેવાની તો સારી જગ્યા નથી પરંતુ પાડોશી લોકો જમાવાનું આપી જાય છે એક જમવામાં તકલીફ નથી પરંતુ રહેવામાં ખૂબ તકલીફ પડી રહી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.