Dilip Joshi of Tarak Mehta who made everyone laugh hails from this village in Gujarat

છેલ્લા 15 વર્ષથી બધાને હસાવનાર દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ ગુજરાતનાં મૂળ આ ગામથી છે, બાળપણ આ ગામડામાં વિતાવ્યું…

Breaking News

સૌથી લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ સુપરહિટ કોમેડી શોમાંથી એક છે લોકો શોના દરેક પાત્રને ખૂબ પસંદ કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી લોકોના દિલ પર રાજ કરી રહેલ શોના મુખ્ય પાત્ર જેઠાલાલ પોતાના અભિનયના કારણે ઘર-ઘરમાં જાણીતા છે. આ શોને કારણે દિલીપ જોશીને ઘર-ઘરમાં જાણીતું નામ મળ્યું છે.

દિલીપ જોશી હિન્દી સિરિયલોમાં લોકપ્રિય અભિનેતા છે. દિલીપ જોશીને આપણે જેઠાલાલના પાત્ર તરીકે ઓળખીએ છીએ. તો આજે અમે તમને દિલીપ જોશીના કરિયર વિશે જણાવીશું. આ શો એટલો લોકપ્રિય છે કે 15 વર્ષથી ચાલે છે બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને આ શો પસંદ છે, જેના કારણે તેણે હંમેશા TRPમાં ટોપ 5માં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

ચાહકો ખાસ કરીને દિલીપ જોશીને પસંદ કરે છે, જેઓ આ શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવે છે. તેણે આ પાત્રથી બધાના દિલ જીતી લીધા છે અને છેલ્લા 13 વર્ષથી તે જેઠાલાલના રોલમાં બધાનું મનોરંજન કરતો જોવા મળે છે, તો આજે અમે જેઠાલાલના જીવનની અંગત વાત જણાવીશું જે બહુ ઓછા ચાહકોને ખબર હશે. હાલ તેઓની ઉંમર 58 વર્ષની છે.

દિલીપ જોષીનો જન્મ પોરબંદર ગામમાં થયો હતો. દિલીપ જોષી પોરબંદરના ગોસા ગામના રહેવાસી છે. બીસીએ કરતી વખતે, તેમને INT (ઇન્ડિયન નેશનલ થિયેટર) શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો. તેમણે જયમાલા જોશી સાથે લગ્ન કર્યા છે, જેની સાથે તેમને બે બાળકો છે, નિયતિ જોશી અને રિતિક જોશી.

તમને જણાવી દઈએ કે દિલીપ જોશીએ પોતાના કરિયરની શરૂઆત ગુજરાતી નાટકોથી કરી હતી. દિલીપ જોશીએ 12 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી. તે શાળામાં નાટકોમાં ભાગ લેતો હતો. દિલીપ જોષીએ તેમનું બાળપણ પોરબંદરમાં વિતાવ્યું હતું.

વધુ વાંચો:પાટણ: રક્ષાબંધનના દિવસે જ નડ્યો ગોજારો અકસ્માત, ફૂલ સ્પીડે આવતા ત્રણ યુવકો રાખડી ન પહેરી શક્યા…

મુંબઈ આવ્યા પછી પણ દિલીપ જોશીએ તેમના કોલેજકાળ દરમિયાન ઘણા નાટકોમાં અભિનય કર્યો હતો. દિલીપ જોશીએ તેમની અભિનય કારકિર્દી 1989ની ફિલ્મ મૈને પ્યાર કિયામાં રામુની ભૂમિકા ભજવીને શરૂ કરી હતી અને અનેક ગુજરાતી નાટકોમાં જોવા મળ્યા હતા. તેમાંથી એક છે અમિત મિસ્ત્રી અને સુમિત રાઘવન અને બાપુ જેઓ તેમના ટેલિવિઝન શો શુભ મંગલ જ્યાદા સાવધાન માટે જાણીતા છે.

દિલીપ જોશીએ યે દુનિયા હૈ રંગીન અને ક્યા બાત હૈ શોમાં અભિનય કર્યો હતો જેમાં તેણે દક્ષિણ ભારતીયની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તે દિલ હૈ હિન્દુસ્તાની અને હમ આપકે હૈ કૌન જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. 2008 થી, દિલીપ જોષી લોકપ્રિય સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ ચંપકલાલ ગડાની ભૂમિકા ભજવી રહ્યા છે, તેમણે ઘણી પ્રશંસા મેળવી છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *