થોડા દિવસ પહેલા જ સાળંગપુર વિવાદ બરાબર ઉપડ્યા પછી હવે શાંત પડ્યો છે. હવે સાળંગપુર મંદિરમાંથી ભીંતચિત્રોને હટાવતા અનેક સાધુ-સંતો નારાજ છે. આ સિવાય બીજા તમામ મુદ્દાઓ પર સમાધાન ન થયા હોવાનું સાધુ-સંતો જણાવી રહ્યા છે.
આ વચ્ચે રાજકોટના સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ દેવી-દેવતાઓ વિરુદ્ધ કઈક બોલ્યા છે.
વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ કહી રહ્યા છે કે દેવી-દેવતા હવે કાઢવાના છે ભગવાનની આજ્ઞા છે આ જે કંઈ થાય છે તે ભગવાનની લીલા સમજીને ચાલો. ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી કૂરાજી થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી-દેવતા સાથે કોઈ સંબંધ રાખવાનો નથી.
નીચે વિડિયોમાં તમે જોઈ શકો છો કે તેઓ કહી રહ્યા છે કે મારા ભગવાન અંતર્યામી છે કોઈ સનાતનીએ આવવાની કોઈ જરૂર નથી. સનાતન ધર્મ પાડતા લોકોએ મારી બાજુ ફરકવું નહીં અને આપણે મંદિરોમાંથી અન્ય દેવી-દેવતાઓને કાઢવાના છે.
આપને જણાવી દઈએ કે, સ્વામિનારાયણ સંપ્રદાયના આચર્ય દિનેશ પ્રસાદનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હવે ફરી વિવાદ ફેલાય તેવું લાગે છે આ વીડિયોને લઈને સનાતનીઓમાં આક્રોશ અને ગરમ થતાં જોવા મળી રહ્યો છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.