કોમેડી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે પણ લોકોની ફેવરિટ ટીવી સિરિયલોમાંની એક છે આ ટીવી સિરિયલમાં એક કરતાં વધુ પાત્રો જોવા મળે છે જેમાં દિલીપ જોશી જેઠાલાલના રોલમાં, અમિત ભટ્ટ બાપુજીના રોલમાં અને મુનમુન દત્તા બબીતા જીના રોલમાં જોવા મળી રહ્યા છે આ ટીવી સિરિયલનું અન્ય એક મહત્વપૂર્ણ પાત્ર દિશા વાકાણીએ ભજવ્યું હતું.
આ ટીવી સિરિયલમાં દિશાએ જેઠાલાલની પત્ની દયા બેનનો રોલ કર્યો હતો તમને જણાવી દઈએ કે દિશા વાકાણી 2017 થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળી નથી દિશાએ આ ટીવી સિરિયલમાંથી મેટરનિટી લીવ લીધી હતી, જો કે ત્યારથી આજ સુધી દિશા સિરિયલમાં પાછી આવી નથી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓએ સીરિયલમાં દિશાને પાછી લાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને સફળતા મળી ન હતી વાસ્તવમાં દિશાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છોડ્યા પછી, નવી દયા બેનને લાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ કાં તો અભિનેત્રી ટકી શકી નહીં અથવા તો ઘણી ટીવી અભિનેત્રીઓએ આ રોલ કરવાની ના પાડી દીધી.
વધુ વાંચો:લગ્નના મંડપમાં ભી!ષણ આ!ગ લાગતાં દુલ્હા-દુલ્હન સહિત લગભગ 100ના લોકોના અવસાન, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં…
કહેવાય છે કે ગુસ્સામાં સિરિયલના નિર્માતા અસિત મોદીએ એક વખત તો એમ પણ કહ્યું હતું કે જો દિશા આ સિરિયલમાં પાછી નહીં આવે તો આ સિરિયલ તેના વિના ચાલી શકે છે.
દિશા 2017 થી નાના પડદા પરથી ગાયબ છે પરંતુ ચાહકો હજુ પણ તેને યાદ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિશા વાકાણીની કુલ સંપત્તિ લગભગ 37 કરોડ રૂપિયા છે. એવું કહેવાય છે કે દિશા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા સુધી ચાર્જ લેતી હતી.