Every day the mouth grows on the mouth

દર્દનાક: દરરોજ મોઢા પર ઊગી આવે છે મોઢું ! પરેશાન થઈને કહે છે મારા અંગો દાન કરી દો મારે નથી જીવવું…

Breaking News

દોસ્તો આજે વાત કરવી છે સૌરાષ્ટ્રના એક ગામમાં રહેતા એક એવા વ્યક્તિની કે જેની સમસ્યા જોઈ તમે બોલી ઊઠશો કે ભગવાન આવું દુઃખ કોઈને ના આપે ખરેખર આવું દુખતો દુનિયામાં કોઈની જોડે નહીં હોય આ વ્યક્તિને જોઇને તમે દુઃખી થઈ જશો કેમકે આ વ્યક્તિને જે દુખ છે.

એના કારણે તમે બોલી ઉઠશો કે ભગવાન આવું દુઃખ કોઈ વ્યક્તિને ના આપે અને એવી બીમારી છે ડોક્ટર પણ હજુ સુધી જાણી નથી શક્યા કે આ ખરેખર આ છે તો છે શું પોપટભાઈની ટીમ દ્વારા આ ભાઈના ઘરે જઈ પુરી હકીકત જાણવાની કોશિશ કરેલી જેમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિના ચહેરા ઉપર એકદમ ચરબી ઉપસી આવે છે જેના કારણે તે શાંતિથી જમી પણ નથી શકતા કે ન તો શાંતિથી દેખી શકે છે.

જ્યારે પોપટભાઈની ટીમે તેમના ઘરે જઈ આ વ્યક્તિ જોડે મળ્યા તો તેઓ સારી રીતે બોલી પણ નથી શકતા ત્યારે તેમના પિતાશ્રીને મળીને વાત થઈ તો તેમણે જણાવેલું કે ત્રણેક વર્ષ પહેલા આ સમસ્યા ચાલુ થયેલી જેના કારણે અમે લોકોએ મારા દીકરાને પહેલા લોકલ હોસ્પિટલમાં બતાવેલું લોકલ ડોક્ટરને બતાવ્યા અનુસાર તેમને કંઈ સમજાયું નહીં કે આવું શું કામ થઈ રેલું છે.

વધુ વાંચો:તમે ગિરનારના 9999 પગથિયાં જરૂર ચડ્યા હશો, પણ શું જાણો છો કેમ 10000 પુરા નથી બનાવ્યા, જાણો આખો ઇતિહાસ…

કેમકે આવી બીમારી પહેલી વાર જ તેમના સામે આવેલી તો તેમણે જણાવ્યું કે તમે કોઈ મોટી હોસ્પિટલમાં બતાવો ત્યારબાદ અમે લોકોએ મોટી હોસ્પિટલમાં બતાવ્યુ ત્યાં ગયા ત્યારે રિપોર્ટ કરાવ્યા અને તેમણે રિપોર્ટ અમદાવાદ હોસ્પિટલમાં મોકલી આપ્યા.

બધા જ રિપોર્ટ નીલ આવ્યા અને છેવટે ડોક્ટરોને પણ સમજાતું નથી કે આ શું છે ન તો કોઈ બીમારી બતાવે છે ન કોઈ બીજી સમસ્યા એટ્લે લાસ્ટમાં બસ તેમણે એક જ વાત કહી કે આ એક જાતની એલર્જી છે જેના કારણે તમારા દીકરાની આવી હાલત થઈ રહી છે બે વર્ષથી આ સમસ્યા થઈ હતી આજે જુવો તેમની પરિસ્થિતી ન ખાઈ શકે કે બોલી શકે આવો ચેહરો કોઈને જોવો પણ પસંદ ના આવે એટ્લે પોપટ ભાઈની ટીમ દ્વારા તેમને એક વર્ષ સુધી રાશન પાણી આપવાની જાહેરાત કરી.

ત્યાર બાદ તેમણે કહ્યું કે અમે મદદ કરીયે છીએ કારણકે તમે આ દીકરાની સારવાર કરી શકો અને આપણે બધા જાણીએ છીએ કે સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં વાવાઝોડું આવવાના કારણે ઘણું નુકસાન થયેલું હતુંતો પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા આ નુકસાનના ભરપાઈ પેટે દરેક લોકોને કે જેમનું નુકસાન થયું છે.
તેમને પાંચ હજાર રૂપિયા આપી તેમના ઘરની મરામત કરવા માટે સહાયની જાહેરાત કરી છે સૌ પહેલા આ ભાઈના ઘરેથી આ સહાયની શરૂઆત કરવામાં આવેલ છે તો અંતમાં આપણે પણ પ્રાર્થના કરીએ કે આ વ્યક્તિને જેમ બને તેમ જલદીથી સારું થઈ જાય અને તે માણસ પણ દરેક સજા માણસની જેમ હરતો ફરતો થઈ જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *