ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જારી રહ્યો છે. ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ છે ત્યારે ફરી એકવાર વરસાદને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે વરસાદના ચોથા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હવે જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં ઓગસ્ટમાં પણ વરસાદ રહેશે.
અંબાલાલ બાપુના કહેવા પ્રમાણે 9 થી 13 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના વિવિધ ભાગોમાં થોડાક થી ધોધમાર વરસાદ પડશે રાજ્યના અનેક વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ થઇ શકે છે વરસાદ એટલો બધો પણ નહીં આવે પણ નહીં પડે ખેડૂતો માટે એક દુઃખદ ખબર એ છે કે, આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે અમદાવાદ અને ગાંધીનગરમાં જેવા વિસ્તારમાં પણ મધ્યમ વરસાદ પડશે.
હવામાન વિભાગ પ્રમાણે વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેથી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે અહેવાલ મુજબ રાજ્યમાં ચોમાસુ 30 સપ્ટેમ્બર સુધી હોવાનું એમ કહેવાય રહ્યું છે, જેના કારણે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે.