ગુજરાતના વડોદરાના હરાણી વોટર પાર્કમાં ગઈકાલે એક કરુણ ઘટના બની હતી શાળાના વિદ્યાર્થીઓથી ભરેલી બોટ તળાવમાં ડૂબી જતાં 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના અવસાન થયા હતા. આ અકસ્માતમાં 18 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે બે લોકોની ધરપકડ કરી છે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. આ એફઆઈઆરમાં કોન્ટ્રાક્ટર અને બોટ ઓપરેટરના નામ પણ સામેલ છે.
બચાવ દરમિયાન 20 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા જેમાંથી 12 બાળકો અને 2 શિક્ષકોના અવસાન થયા હતા. બોટમાં સવાર બાકીના 11 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવાયા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે મૃતક બાળકો અને શિક્ષકોના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
અકસ્માતનો ભોગ બનેલા તમામ બાળકો વડોદરાની ન્યુ સનરાઇઝ સ્કૂલના છે દરેકની ઉંમર 8 થી 13 વર્ષની વચ્ચે છે. શાળા વતી દરેક લોકો તળાવમાં પિકનિક માટે ગયા હતા. તળાવની સફર દરમિયાન, બાળકો અને શિક્ષકો સેલ્ફી લેવા માટે બોટની એક બાજુએ આવ્યા હતા. જેના કારણે બોટ એક તરફ નમીને પલટી ગઈ હતી.
વધુ વાંચો:વડોદરામાં બની કરૂણ ઘટના: સ્કૂલના બાળકો ભરેલી નાવ પલટી જતાં આટલાના અવસાન, 11 વિધાર્થીઓ અને 2 શિક્ષક…
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે 10 વિદ્યાર્થીઓએ લાઈફ જેકેટ પહેર્યા હતા. જ્યારે હોડી પલટી ગઈ, ત્યારે અન્ય બાળકો અને શિક્ષકો ડૂબવા લાગ્યા. આ દર્શાવે છે કે આયોજકોની ભૂલ હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.