ક્રિકેટ વર્લ્ડ કપના માહોલ વચ્ચે એક દુખદ ખબર સામે આવી છે ભારતના પૂર્વ કેપ્ટન અને સ્પિનની દુનિયાના જાદુગર તરીકે જાણીતા બિશન સિંહ બેદીનું આજે અચાનક નિધન થયું છે તેઓ 77 વર્ષના હતા. રિપોર્ટ્સ અનુસાર તેઓ ઘણા સમયથી બીમાર હતા.
તેમના નિધનથી ખેલ જગત આઘાતમાં છે. તેઓ લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટના કેપ્ટન હતા અને તેમનું નામ વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાં સામેલ છે. આજે અચાનક તેમના નિધનના સમાચાર આવ્યા. આ સમાચાર થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગયા.
સેલિબ્રિટીથી લઈને ક્રિકેટરોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું મહાન સ્પિનરે 1967 થી 1979 વચ્ચે ભારત માટે 67 ટેસ્ટ રમી અને 266 વિકેટ લીધી. તેણે 10 વન-ડેમાં 7 વિકેટ પણ લીધી હતી.
વધુ વાંચો:મશહૂર ટીવી અને ફિલ્મ એક્ટરને થઈ જેલની સજા, 5 વર્ષ પહેલા કર્યો હતો આવો કાંડ, બાઝીગર ફિલ્મમાં હતા…
તેમણે એક ઇનિંગ્સમાં 14 વખત પાંચ વિકેટ અને મેચમાં એક વખત 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી તે ભારતીય ક્રિકેટના સ્પિનરોની સુવર્ણ ચોકડીનો ભાગ હતો જેમાં એરાપલ્લી પ્રસન્ના, ભગવત ચંદ્રશેખર અને શ્રીનિવાસ વેંકટરાઘવનનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે બિશન સિંહ બેદીનો પુત્ર અંગદ બેદી એક્ટર છે. તેણે ઘણી બોલિવૂડ ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કર્યું છે, જ્યારે તેની વહુ નેહા ધૂપિયા ભારતના મોટા સ્ટાર્સમાં સામેલ છે.
photo credit: google
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.