રવિવારે એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થયેલી ટાઇટન સબમરીનને લઈને એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેવીને ગુમ થયેલી ટાઇટન સબમરીનનો કાટમાળ મળી ગયો છે.
કહેવામાં આવી રહ્યું છે કે 22 ફૂટની ટાઈટન સબમરીનમાં થોડા દિવસો પહેલા વિસ્ફોટ થયો હતો જેના કારણે જહાજમાં સવાર પાંચેય મુસાફરોના અવસાન થયા હતા. રવિવારે સબમરીન ગુમ થયા બાદ યુએસ, કેનેડા, ફ્રાન્સ અને બ્રિટનની સર્ચ ટીમોએ ઝડપથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સબમરીન પર સવાર લોકો ટાઈટેનિકના અવશેષો જોવા ગયા હતા.
ટાઈટન સબમરીનનું સંચાલન કરતી કંપની ઓસએનગેટે જણાવ્યું કે સબમરીનના તમામ પાંચ મુસાફરોના અવસાન થયા છે. તમામ મુસાફરોના પરિવારો માટે આ ખૂબ જ દુઃખદ સમય છે.
ટાઇટેનિકના કાટમાળથી લગભગ 1,600 ફૂટ દૂર સમુદ્રના તળ પર ગુમ થયેલ ટાઇટન સબમરીનનો કાટમાળ મળી આવ્યો છે. તેનો કાટમાળ અને સ્થિતિ જોતા એવું લાગે છે કે પ્રેશર ચેમ્બરમાં વિસ્ફોટ થયો છે. જો કે તેનું સાચું કારણ તપાસ બાદ બહાર આવશે.
વધુ વાંચો:કેદારનાથ મંદિરમાંથી ચોરાયું 23 કિલો સોનું ! હવે ભગવાનને પણ નથી છોડી રહ્યા લોકો, આ વ્યક્તિ એ કર્યું હતું દાન…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.