સોશિયલ મીડિયામાં લગ્નના અનેક વિડીયો વાયરલ થતા હોય છે હાલમાં વધુ એક વિડિયો સામે આવ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે વરરાજાના મિત્રોએ લગ્નની શુભેચ્છાઓ આપવા દરમિયાન એવી વસ્તુઓ ગિફ્ટમાં આપી કે વરરાજો જીવનભર આ ઘટના ક્યારેય નહીં ભૂલી શકે.
આપણે જાણીએ છે કે લગ્નમાં દરેક સગા સંબંધીઓ અને મહેમાનો નવ દંપતીઓને શુભેચ્છા ભેટ આપે છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે નવયુગલ સ્ટેજ પર ઊભું છે અને આ દરમિયાન જ વરરાજાના મિત્રો એક પછી એક સ્ટેજ પર આવતા જાય છે અને બંને દંપતીને શુભકામનાઓ પાઠવે છે અને સાથોસાથ મિત્રો પોતાની ભાભીના હાથમાં કચરા પેટી, બાસ્કેટ, સુપડી, પોતું જેવી અનેક ઘરવખરીની ચીજવસ્તુઓ મિત્રોએ આપી છે.
જ્યારે એક પછી એક મિત્રો વસ્તુઓની ભેટ આપે છે, ત્યારે દુલ્હનના ચહેરાના હાવભાવ તમે જોઈ શકશો કે તે પોતાનું હસવું પણ રોકી નથી શકતી અને યુવક પણ પોતાના મિત્રોના મજાકથી ખૂબ જ હસવું પણ આવતું હશે. ખરેખર આ ઘટના ખૂબ જ રમુજી અને યાદગાર છે. હાલમાં તો આવી જ રીતે નવા યુગલોને અનોખી સરપ્રાઈઝ આપવામાં આવે છે.
વધુ વાંચો:ગુજરાત માં બાગેશ્વર બાબા ના પ્રોગ્રામ મા કિર્તીદાન ગઢવી એ માહોલ બનાવી દીધો, જુઓ વિડીઓ…
આ વીડિયો ખરેખર ખૂબ જ આનંદદાયક છે સૌથી ખાસ વાત કે આ મીત્રોએ તો માત્ર ઘર વખરીની વસ્તુઓ આપી છે પણ સોશિયલ મીડિયામાં એવા પણ વિડીયો વાયરલ થયેલા છે જેમાં મિત્રો શુભેચ્છા ભેટ રૂપે નિરોધ કે રૂપિયાનો સિક્કો પણ આપે છે. આ મજાક મસ્તી જ જીવનના ખુશહાલ પ્રસંગોને યાદગાર બનાવે છે.
— Gujarati Akhbar (@TodayGUJARAT1) June 21, 2023
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.