Old pictures of Baba Dhirendra Shastri went viral

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના જૂના ફોટા થયા વાયરલ, તમે ભાગ્યે જ જોયા હશે બાબાના આ ફોટા…

Breaking News

દોસ્તો હાલમાં જ્યાં જુઓ ત્યાં બાબા બાગેશ્વર ધામની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયામાં બાગેશ્વર ધામની જૂની તસવીરો વાયરલ થઈ રહી છે ખરેખર આ તસવીરો જોઈને તમે ધીરેન્દ્ર શાસ્ત્રીજીને ઓળખી પણ નહીં શકો.

આ તસવીરો જોઈને તમે ખ્યાલ આવી જશે કે બાગેશ્વર સરકારનું બાળપણ કેવી રીતે વીત્યું અને તેઓ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર કેવી રીતે બન્યા.ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કે બાગેશ્વર ધામ સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખૂબ જ લોકપ્રિય છે.

હાલમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓ ખૂબ જ ચર્ચામાં આવ્યાં છે ધીરેન્દ્ર શાસ્ત્રીજી વિશે જાણીએ તો તેમનો જન્મ 1996માં થયો હતો. કહેવાય છે કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું. તેનો આખો પરિવાર માટીના મકાનમાં રહેતો હતો.ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી શાળામાંથી પૂર્ણ કર્યું.

તેમના પિતાએ પૂજારી તરીકેની તેમની કમાણીથી પરિવારને ટેકો આપ્યો. ધીરેન્દ્ર શાસ્ત્રીજીના જીવનમાં સમય આવતા અનેક બદલાવો થયા અને આખરે આજે તેઓ બાગેશ્વર ધામના મહંત છે તેઓ દર મંગળવાર અને શનિવારે આ ધામમાં દિવ્ય દરબારનું આયોજન કરે છે.ધીરેન્દ્ર શાસ્ત્રીજી અનેક લોકોની તમામ શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક વેદનાઓને મટાડે છે.

વધુ વાંચો:સની દેઓલના પુત્ર કરણના લગ્નની તૈયારીઓ થઈ શરૂ, આ ખાસ જગ્યા એ થશે લગ્ન, જુઓ તસવીર…

તેઓ દરેક કાર્ય બાલાજીની આજ્ઞા પ્રમાણે જ કરે છે અને આ આ કારણે તેમના અનેક ભાવિ ભકતોના દુઃખો પણ દૂર થયા છે ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ભારતના અનેક રાજ્યોમાં ભ્રમણ કરીને સનાતન ધર્મ સાથે લોકોને જોડી રહ્યા છે હાલમાં ગુજરાતમાં જ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં બાબાનો દિવ્ય દરબાર યોજાયેલ છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીજીની અતૂટ ભક્તિ ના પરિણામે તેઓ આજે આ સ્થાન પર પહોંચ્યા છે અને લાખો લોકોને કષ્ટોને દૂર કરે છે. બાગેશ્વર ધામમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજીના દાદાની સમાધિ આવેલ છે તેમજ ધામમાં જ બાલાજીનું દિવ્ય મંદિર પણ આવેલ છે. આ બાળજીની કૃપા દ્રષ્ટિથી જ સૌ ભકતોના દુઃખ દૂર થાય છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *