હાલના સમયના અંદર ગુજરાતના મશહૂર લોકગાયિક ગીતા બહેન રબારીની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે હાલના સમયના અંદર દર્શકોના દિલ જિતતા જોવા મળી રહ્યા છે. ગુજરાતના લોકપ્રિય ગીતાબેન રબારીમિ લોક ચાહના માત્ર ગુજરાત પૂરતી જ મર્યાદા નથી એ વાત આપણે સૌ કોઈ જાણીએ છે.
દેશ વિદેશની ધરતીમાં તેઓ પોતાના સુરીલા અવાજને ગુંજાવી આવ્યા છે. હાલમાં જ થોડા દિવસ પહેલા હરિદ્વારના પ્રવાસે ગયા હતા અને આ દરમીયાન જ તેમને બાબા રામદેવજીની પંતજલી ખાતે પણ ગીતોની રમઝટ બોલાવી હતી અને લોકોનું દિલ જીતી લીધું હતું.
હાલમાં ઉત્તરપ્રદેશના પ્રવાસ બાદ ગીતાબેન રબારી મધ્યપ્રદેશમાં ધૂમ મચાવી છે અને આ તમામ યાદગાર પળો તેમને સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસવીરોમા તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશના લોકોએ ગીતાબેનને કેટલો પ્રેમ અને વ્હાલ વરસાવ્યો છે.
આ તમામ યાદગાર તસવીરો શેર કરતા તેમને પોતાની દિલની વાત પણ લખી છે. ગીતાબેનએ પોતાના કાર્યક્રમની તસવીરો શેર કરતાની સાથે કેપશનમાં લખ્યું છે કે “श्री खाटु श्याम बाबा की भजन संध्या इंदौर, मध्य प्रदेश की कुछ यादगार moments इंदौर के लोगों का प्यार ओर आशीर्वाद मिला see you soon INDORE , MP प्रेम क़ायम रहे.”
વધુ વાંચો : અભિનેત્રી ઝીનત અમાને શેયર કર્યો બોલ્ડ ફોટો કહ્યું આા રીતે મેળવો ગરમીથી છુટકારો….
ખરેખર આ તસવીરો પણ ઘણુંબધું કહી જાય છે કે ઇદોરના લોકોએ ગીતાબેનને ખૂબ જ પ્રેમ આપ્યો છે. એકપણ દિવસ એવો નહીં હોય કે ગીતાબેન રબારીનો કોઈ શહેરમાં કાર્યક્રમ નહિ હોય કારણ કે હાલમાં ત્રણ દિવસ પહેલા જ ગીતાબેન રબારીએ માધવપૂરના મેળામાં હાજરી આપી હતી અને આ મેળામાં પણ તેમણે પોતાના સુરીલા કંઠે લોકોનું દિલ જીતી લીધું હતું. આજે ગુજરાતમાં ગીતાબેન રબારીની લોક ચાહના અતિશય છે.
આપણે જાણીએ છે કે દેશ વિદેશમાં પણ તેમણે પોતાના સુરીલા કંઠે ગીતો ગાઈને ડોલરનો વરસાદ પણ કરાવ્યો છે. ગીતાબેન રબારીએ એકલો રબારી અને રોણા શેરમાં સોન્ગ દ્વારા નામના મેળવી અને ત્યારબાદ ક્યારેય પણ પાછળ ફરીને નથી જોયું.
આ તો હજુ શરૂઆત છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આ લોક ગાયિકા કલાકારની સફર તેમને જિંદગીના ક્યાં મુકામ સુધી પહોંચાડે છે. હાલમાં ગીતા બહેન રબારી પોતાના સૂરીલા અવાજથી બધા લોકોના દિલ જીતવામાં કામિયાબ બન્યા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.