મિત્રો હાલમાં ગુજરાતનાં લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વીમા કવચની રકમ બમણી કરી છે. હવે આ યોજનાના લાભાર્થીઓને 5 લાખની જગ્યાએ 10 લાખ રૂપિયાનું વીમા કવચ મળશે.
આ નિર્ણય આ મહિનાની 11 તારીખથી અમલમાં આવશે પત્રકારો સાથે વાત કરતા રાજ્યના આરોગ્ય મંત્રીએ કહ્યું કે સરકારના આ નિર્ણયથી રાજ્યના લગભગ એક કરોડ 78 લાખ આયુષ્માન ભારત કાર્ડ ધારકોને ફાયદો થશે.
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્યની બે હજાર સરકારી હોસ્પિટલો અને 795 ખાનગી હોસ્પિટલોમાં મફત તબીબી સારવારની સુવિધા મળશે. આયુષ્માન ભારત કાર્ડ ધારકોના લાભાર્થીઓ દ્વારા કરવામાં આવેલા દાવાઓની પતાવટ કરવામાં ગુજરાત પાંચમા ક્રમે છે.
વધુ વાંચો:80 વર્ષે પણ દાદીમાં ચલાવે છે જવાનોની માફક જ્યૂસની લારી, વિડીયો થઈ રહ્યો છે વાયરલ, જુઓ…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.