ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ દિવસોમાં શાનદાર ફોર્મમાં છે. IPL 2024માં વિરાટ કોહલી તોફાની સ્ટાઈલમાં રન બનાવી રહ્યો છે કોહલી વિશ્વના સૌથી ફિટ ખેલાડીઓમાંથી એક છે. IPLમાં RCBના એક કાર્યક્રમમાં વિરાટ કોહલીને નિવૃત્તિને લઈને એક સવાલ પૂછવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:દરિયા કિનારે બોયફ્રેન્ડ સાથે રોમાંટિક થઈ ‘તારક મહેતા’ની સોનુ, ઘૂંટળીએ બેસીને લગ્ન માટે કર્યું પ્રપોઝ…
વિરાટ કોહલીએ કહ્યું કે હું મારી કારકિર્દીને કંઈક અધૂરું છોડીને ખતમ કરવા નથી માંગતો. એકવાર મારું કામ થઈ જશે, હું જતો રહીશ, તમે થોડા સમય માટે મને જોઈ શકશો નહીં. તેથી જ્યાં સુધી હું રમી રહ્યો છું ત્યાં સુધી હું મારું સર્વસ્વ આપવા માંગુ છું અને તે જ મને આગળ વધવામાં મદદ કરે છે.
વિરાટ કોહલીએ પોતાના નિવેદન સાથે સંકેત આપ્યો છે કે જ્યારે તે નિવૃત્ત થશે ત્યારે તે નિવૃત્તિ પછી થોડો સમય કોઈની નજરમાં નહીં આવે વિરાટ કોહલીએ ભારત માટે અત્યાર સુધીમાં 113 ટેસ્ટ, 292 ODI અને 117 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.