ગુજરાતનું સૌથી મોટું અને અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ ભોજનાલય સાળંગપુરનું ધામમાં બનાવામાં આવ્યું છે આ ભોજનાલયમાં ભક્તોને નિઃસ્વાર્થ ભાવે ભોજન પીરસવામાં આવે છે ચાલો અમે આપને આ ભોજનાલયની ખાસિયત જણાવીએ આપણે જાણીએ છે કે સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ બિરાજમાન છે વિશ્વમાં દરેક ખૂણે ફરી આવો પરંતુ તમને કષ્ટભજન દેવ જેવા હનુમાન ક્યાંય જોવા નહીં મળે.
આજ સાનિધ્યમાં લાખો ભાવિ ભક્તો દર્શનાર્થે આવે છે ત્યારે યાત્રાળુઓની સુવિધાઓમાં વધારો કરવા ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય તૈયાર કરવામાં આવ્યું છે આ ભોજનાલયમાં એકસાથે 4 હજાર લોકો પ્રસાદ લઈ શકશે આ ભોજનાલય તૈયાર થતાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ માટે લાઈનો લગાવવી નહીં પડે કારણ કે આ ભોજનળયમાં ડાઇનિંગ ટેબલની પણ સુવિધા છે.
આ ભોજનાલયમાં ગૅસ, અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે આલીશાન મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં અંદાજે 40 કરોડ રૂપિયાના ખર્ચ થશે હાલ અહીં 160 થી વધુ કારીગરો દિવસના 20-20 કલાક સુધી કામ કરી રહ્યા છે તમને જણાવી દઈએ કે આ ભોજનાલય 7 વીઘામાં ફેલાયેલું છે.
ભોજનાલયના બિલ્ડિંગનું બાંધકામ અંદાજે 2 લાખ 30 હજાર સ્ક્વેરફૂટનું થશે અને ભોજનાલય કુલ 250 કોલમ પર ઊભું કરવામાં આવ્યું છે.ભોજનાલયયનું એલિવેશન ઇન્ડો-રોમન સ્ટાઇલથી ડિઝાઈન કરવામાં આવ્યું છે 75 ફૂટ પહોળા પગથિયાં બનાવવામાં આવશે. પગથિયાંઓની વચ્ચે વૃદ્ધો અને દિવ્યાંગો માટે બે એસ્કેલેટરની પણ વ્યવસ્થા હશે.
ખાસ પ્રકારની કેવિટી વોલ ભોજનાલયનું અંદરનું તાપમાન ઠંડું રાખશે ભોજનાલયમાં કુલ 4 ડાઇનિંગ હોલ છે જેમાં જનરલ ડાઇનિંગ હોલ 110×278 ફૂટનો છે અને એમાં એકસાથે 4000 લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી શકે છે આ સિવાય VIP, VVIP એમ કુલ ચાર ડાઇનિંગ હોલ છે.
વધુ વાંચો:હોળી વખતે કરેલી અંબાલાલ પટેલની આગાહી હાલ સાચી પડી રહી છે, અહીં જાણો સમગ્ર માહિતી…
આ ઉપરાંત ભોજનાલયના લોઅર ગ્રાઉન્ડ ફ્લોરમાં મોટું પાર્કિંગ છે અને અપર ગ્રાઉન્ડ ફ્લોરમાં કુલ 85 રૂમ બનાવવામાં આવ્યા છે. ભોજનાલયનું કિચન 60X100 ફૂટમાં બનાવવામાં આવ્યું છે.
ખરેખર આ ભોજનાલય ગુજરાતનું સૌથી અત્યાધુનિક છે, જ્યાં લાખો ભક્તો ભોજન પ્રસાદ આરોગે છે. આવું આલીશાન ભોજનાલય ગુજરાતમાં ક્યાંય નથી. કહેવાય છે કે હનુમાનજી સાળંગપુરના કિંગ છે એટલે જ તેમના ભક્તોને પણ આલીશાન મહેલમાં જ ભોજન પ્રસાદ મળે તે માટે આવું અનોખું ભોજનાલય બનાવામાં આવ્યું.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.