Hanumanji with visa is located at this place in Ahmedabad

અમદાવાદ માં આ જગ્યા પર સ્થિત છે વિઝા વાળા હનુમાનજી, વિઝા મંજુર કરાવા લોકો દૂર દૂરથી આવે છે…

Breaking News

હાલમાં ના સમયમાં દરેક વ્યક્તિને વિદેશ જવાનું સપનું છે અને આ સપનાને સાકાર કરવા માટે આર્થિક રીતે સધ્ધર અને ખાસ તો વિઝા મેળવવા જરૂરી છે. વિઝા મેળવવા ખુબ જ કઠિન છે અને આ કારણે અનેક લોકો ગેરકાયદેસર રીતે પણ જતા હોય છે અને મુશ્કેલીઓમાં પણ મુકાઈ છે. આજે અમે આપને એક એવા મંદિ વિષે જણાવીશું જે વિદેશ જવા માગતા લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે.

આ અનોખું મંદિર અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલ દેસાઈની પોળમાં આવેલું છે.150 વર્ષ જૂનું અને પ્રાચીન હનુમાનજીનું મંદિર વિદેશના વિઝાની માનતા માટે પ્રસિદ્ધ છે એવું કહેવામા આવે છે કે, આ મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે તમારે તમારો પાસપોર્ટ લઈ જવાનો જેથી કરીને પૂજારી પાસપોર્ટને હનુમાનજીને દેખાડે છે.

તેમની આગળ સંકલ્પ મુકાવ્યા પછી ભક્તને વિઝા મળી જાય છે.તમને જાણીને નવાઈ લાગશે કે 20 વર્ષથી આ મંદિર વિઝા વાળા તરીકે ઓળખાય છે. જે લોકો શ્રદ્ધાપૂર્વક હનુમાનજી પાસે વિદેશ જવાનો સંકલ્પ કરે છે તેમને વિઝા ફટાફટ મળી જાય છે.

ખાસ વાત એ છે કે, વિઝા મેળવવા માટે માત્ર અમદાવાદ નથી પણ દૂર દૂરથી લોકો આવે છે આ હનુમાનજી પત્યેનો તેમનો વિશ્વાસ છે અને સાચું કહીએ તો અનેક ભક્તોને દાદાના કારણે વિઝા મળ્યા છે.

વધુ વાંચો:રોડ પર પોતાનું જીવન ગુજારતા દાદા ઉપર કોઈએ એસિડ ઢોળ્યું, બિચારા દાદાના હાથ દાઝી ગયાં…

આ મંદિરમાં ખાસ કરીને શનિવારે અને મંગળવારે ભારે ભીડ જોવા મળે છે અને સૌ કોઈ ભક્તો પોતાની મનની ઈચ્છાઓ લઇને આવે છે અને દાદાના ચરણોમાં પ્રાર્થના કરે છે, ખરેખર આ મંદિર દરેક શ્રદ્ધાળુઓ માટે ખુબ જ આસ્થાનું કેન્દ્ર છે. અનેક લોકો વિદેશ જવા માટે અનેક ઓફિસના ચક્કરો મારે છે પણ વિઝા એપ્રુવલ થતા નથી પરંતુ આ મંદિરમાં માત્ર દાદા પાસે સંકલ્પ કરવાથી ભક્તોને સરળતાથી વિઝા મળે છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *