How well-educated are the women of the Ambani family

નીતા અંબાણીથી લઈને રાધિકા મર્ચન્ટ સુધી અંબાણી પરિવારની મહિલાઓ કેટલું ભણેલી-લખેલી છે, જાણો…

Breaking News

મુકેશ અંબાણી દેશના જાણીતા બિઝનેસ ટાયકૂન છે અને તેમના પરિવારના તમામ સભ્યો ખૂબ પ્રખ્યાત છે. તાજેતરમાં જ તેમના નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે દરમિયાન ચાલો અંબાણી પરિવારની મહિલાઓ નીતા અંબાણી, ઈશા અંબાણી, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટની શૈક્ષણિક લાયકાત પર એક નજર કરીએ.

જણાવી દઈએ કે મુકેશ અંબાણીની પત્ની સુંદર નીતા અંબાણીએ મુંબઈની નરસી મોંજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે નીતા અંબાણી એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના પણ છે.

ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણેલી ઈશા અંબાણીએ અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું અને પછી કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કર્યું.

વધુ વાંચો:બેન્કના મેનેજર કરતા પણ વધારે છે મુકેશ અંબાણીના રસોઈયાનો પગાર, જાણો કોને કેટલો પગાર આપે છે…

મુકેશ અંબાણીના ઘરની મોટી વહુ, આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાએ પ્રિન્સટન યુનિવર્સિટી યુએસએ માંથી માનવશાસ્ત્રમાં સ્નાતક થયા છે. શ્લોકાને સોશિયલ વર્ક કરવાનું પણ પસંદ છે.

મુકેશ અંબાણી-નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી સાથે તાજેતરમાં સગાઈ કરનાર રાધિકા મર્ચન્ટે મુંબઈની ઈકોલો મોન્ડિયલ વર્લ્ડ સ્કૂલ અને બીડી સોમાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં સ્કૂલિંગ કર્યું હતું ત્યારબાદ તેણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પીએચડી કર્યું હતું 2017 માં યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *