હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રિને લઈને એક ડરાવનારી આગાહી કરી છે. રાજ્યમાં 17 થી 19 ઓગસ્ટ દરમિયાન હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવે દેશના ઉત્તરીય પૂર્વ ભાગોમાં હવામાનનો પલટો આવશે. મઘા નક્ષત્રમાં અગસ્ત્યનો ઉદય હોવાથી 17થી 30 ઓગસ્ટ દરમિયાનનો વરસાદ ખેડૂતો માટે સારો રહેશે 21 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદ થશે.
અંબાલાલ પટેલના મતે 5 ઓક્ટોબરે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર રહેશે, તો 16મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં હોવાનું હળવું દબાણ ઉભુ થશે. એટલુ જ નહી, 18, 19 અને 20ના રોજ વાવાઝોડાની શક્યતા છે. અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં વાવાઝોડું આવી શકે છે.
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદામાં હળવો વરસાદ રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થશે. 24 કલાક પછી વરસાદની શક્યતાઓ નહીંવત છે. વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદની શક્યતાઓ છે. સુરત, નર્મદા, છોટાઉદેપુરમાં પણ વરસાદની શક્યતાઓ છે. તો બીજી બાજુ જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની શક્યતા છે.
વધુ વાંચો:મોરારી બાપુની રામકથામાં પહોંચ્યા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, લગાવ્યા જય સિયારામના નારા, જુઓ વિડીયો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.