Hurun List of India's Top 10 Richest People 2023 announced

2023માં ભારતના ટોપ 10 અમીરોનું લિસ્ટ થયું જાહેર, 8 લાખ કરોડ સંપત્તિ આ બિઝનેસમેન છે પહેલા નંબરે…

Business Breaking News

હાલમાં ભારતીય દેશમાં ટોપ 10 અમીરોનું લિસ્ટ જાહેર થયું છે હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023 મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીને પાછળ છોડીને સૌથી ધનિક ભારતીયનું બિરુદ ફરીથી મેળવ્યું છે આ સમયગાળા દરમિયાન, મુકેશ અંબાણીની સંપત્તિ 2014માં ₹165,100 કરોડથી વધીને લગભગ ₹808,700 કરોડ થઈ ગઈ છે.

આ ચાર ગણો મોટો વધારો છે. ભારતના સૌથી અમીર લોકોની આ હુરુન ઈન્ડિયાની 12મી વાર્ષિક રેન્કિંગ છે. આ યાદીમાં ગૌતમ અદાણી બીજા સ્થાને છે, હાલમાં તેમની સંપત્તિ 4.74 લાખ કરોડ રૂપિયા છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના કારણે અદાણીની નેટવર્થમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સ્થાપક સાયરસ એસ પૂનાવાલા રૂ. 2.78 લાખ કરોડની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને યથાવત છે. HCLના શિવ નાદર રૂ. 2.28 લાખ કરોડની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે અને ગોપીચંદ હિન્દુજા રૂ. 1.76 લાખ કરોડની સંપત્તિ સાથે પાંચમા સ્થાને છે. સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને નેતા દિલીપ સંઘવી રૂ. 1.64 લાખ કરોડની સંપત્તિ સાથે છઠ્ઠા સ્થાને રહ્યા હતા.

એલએન મિત્તલ, રાધાકિશન દામાણી, કુમાર મંગલમ બિરલા અને નીરજ બજાજ પણ ટોપ-10ની યાદીમાં સામેલ છે. હુરુને કહ્યું કે ગયા વર્ષે ભારતમાં દર ત્રણ અઠવાડિયે બે નવા અબજોપતિ ઉમેરાયા હતા અને હવે અબજોપતિઓની સંખ્યા 259 પર પહોંચી ગઈ છે આ 12 વર્ષમાં 4.4 ગણો વધારો છે ગયા વર્ષની 24ની સરખામણીએ આ વર્ષે 51 લોકોની સંપત્તિ બમણી થઈ છે.

ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં મુંબઈ 328 લોકો સાથે ટોચ પર છે. આ પછી નવી દિલ્હીના 199 અને બેંગલુરુના 100 લોકો તેમાં સામેલ છે. અહેવાલમાં સ્વ-નિર્મિત ઉદ્યોગસાહસિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ દર્શાવવામાં આવ્યો છે, જેમાં રેકોર્ડ-બ્રેકિંગ 871 સ્વ-નિર્મિત ઉદ્યોગસાહસિકોનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે સૂચિમાં 66% હિસ્સો ધરાવે છે.

વધુ વાંચો:ભારત-પાકિસ્તાનની મેચમાં અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો 24 કેરેટ સોનાનો આઈફોન ખોવાયો, જુઓ શું કહ્યું…

રાધા વેમ્બુએ ફાલ્ગુની નાયરને પાછળ છોડીને સૌથી અમીર ભારતીય મહિલાની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ સિવાય આ યાદીમાં 90ના દાયકામાં જન્મેલા 12 ભારતીયોના નામ સામેલ છે. બેંગલુરુ સ્થિત ગ્રોસરી ડિલિવરી એપ ઝેપ્ટોના કો-ફાઉન્ડર કેવલ્ય વોહરાનું નામ સૌથી યુવા ઉદ્યોગસાહસિક તરીકે યાદીમાં સામેલ છે. તેની ઉંમર માત્ર 20 વર્ષની છે.

યાદી અનુસાર, ફાર્માસ્યુટિકલ સેક્ટરે મજબૂત કામગીરી દર્શાવી હતી. યાદીમાં આ ક્ષેત્રના સૌથી વધુ 39 અબજપતિઓના નામ સામેલ છે. આ પછી કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટરના 23 અને ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ ઈન્ડસ્ટ્રીના 22 લોકોના નામ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *